અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા  344 મો વિના મૂલ્યે  નેત્ર નિદાન યજ્ઞ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ તા- 06/02/2026  ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 344  માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરો દ્વારા 60 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 20 જેટલા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગર ની આંખ ની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ  અને જે દર્દીઓ ને ચશ્મા  અને દવાઓ ની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી . 344  માં વિના મૂલ્યે મહા નેત્રયજ્ઞ નું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા  પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા  નેત્ર યજ્ઞ નાં મુખ્ય દાતા ગોપાલ કૃષ્ણ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ નિમેષભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા-મુંબઈ સાથે વિરનગર ના ડોક્ટર, ગુરુકુળ હોસ્પિટલ ના ડોક્ટર નિલેશભાઈ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવેલ.સંસ્થા નાં કોઠારી અક્ષરમુક્તદાસજી  સ્વામી ના સાનિધ્ય માં નેત્રયજ્ઞ ની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ.  નેત્ર કેમ્પ ના યજમાન પદે અમદાવાદ ના ગોપાલકૃષ્ણ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ હસ્તે. નિમેષભાઈ ચંદ્રકાંતભાઈ  મહેતા રહ્યા હતા. નેત્રયજ્ઞ ને સફળ બનાવવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ  સંસ્થા નાં કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી સાથે સંસ્થાના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી.આવનાર તમામ દર્દી નારાયણ ને ચા સાથે  અડદિયા, ખમણ વિગેરે નાસ્તો આપવામાં આવેલ હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts