જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” (BBBP) યોજના
અંતર્ગત તા.૦૬/૦૨/૨૬ના રોજ શ્રી ઉતર બુનિયાદી શાળા, મોટી પાળીયાણી, પાલીતાણા ખાતે POCSO એક્ટ
અન્વયે ગુડ ટચ બેડ ટચ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં હાઈસ્કુલના આચાર્યશ્રી ભગવાનભાઈ મેર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” (BBBP) યોજના
તેમજ પોક્સો એક્ટનું મહત્વ તેમજ મહિલાલક્ષી યોજનાઓના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ
બાળ સુરક્ષા એકમના લીનાબેન દ્રારા પોક્સો એક્ટ અન્વયે ગુડ ટચ બેડ ટચ વિષે અને કાયદાનું મહત્વ શું છે, શું
જોગવાઈ છે, કાયદા અંતર્ગત દંડની જોગવાઈ તેમજ કાયદા અંતર્ગત કયાં ફરીયાદ કરી શકાય વગેરે વિષે સમજણ
આપવામાં આવી હતી.
શુભાબેન મકવાણા દ્રારા હિંસાથી પીડિત બહેનો માટે કાર્યરત OSC સેન્ટરમાં આપવામાં આવતી પાંચ પ્રકારની
સેવાઓની કામગીરી વિષે તેમજ 181 હેલ્પ લાઈન, 112, તેમજ વિવિધ હેલ્પલાઇનની માહિતી આપી દીકરીઓ સાથે
સંવાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ DHEW યોજનાના, જેન્ડર સ્પેશ્યાલીસ્ટ હિતેશભાઈ દ્વારા વ્હાલી દિકરી યોજના
તથા મહિલા અને કિશોરીલક્ષી યોજના અંગે માહિતી તેમજ મિશન કો-ઓર્ડિનેટર દ્વારા BBBP યોજના, પુર્ણા યોજના
અને બાલિકા પંચાયત અંતર્ગત દિકરીઓના હેલ્થ અને પોષણ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં હાઈસ્કુલના આચાર્યશ્રી ભગવાનભાઈ મેર, શિક્ષકગણ, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ
વુમન (DHEW)ના મિશન કો-ઓર્ડિનેટર સંજયભાઈ ઘાઘરેટીયા, જેન્ડર સ્પેશ્યાલીસ્ટ હિતેશભાઈ ધોરીયા, સખી વન
સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી શુભાબેન મકવાણા, બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર લીનાબેન ડાભી (1098 ચાઈલ્ડ
હેલ્પ લાઈનના) અને ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.
પાલિતાણામાં “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત POCSO એક્ટ અન્વયે ગુડ ટચ બેડ ટચ જાગૃતિ કાર્યક્રમ યોજાયો




















Recent Comments