ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫ ફેબ્રુઆરીએ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો ફેબ્રુઆરી – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ
તા.૨૫/૦૨/૨૦૨૬ નાં રોજ સવારે ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી,
ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં
તા.૧૭/૦૨/૨૦૨૬ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા
કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે
રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ
સ્વીકારવામાં આવશે તેમજ સામુહિક રજુઆતો કરી શકશે નહી.

Related Posts