અમરેલી : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે શ્રી માનવ સેવા ટ્રસ્ટ – ક્રાંકચ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા – ક્રાંકચમાં કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસ વિષયક એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે શ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ અને અમરેલી જિલ્લા વિધાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજના બી.બી.એ.વિભાગના સિનિયર અધ્યાપક જે.એમ.તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે વિધાર્થીઓને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે ઊંડાણ પૂર્વકની માહિતી આપી હતી. આ ઉપરાંત વિવિધ પ્રકારના વ્યવસાયિક અભ્યાસક્રમો અને તેને સંલગ્ન પરીક્ષાઓની માહિતી આપી હતી. સેમિનારમાં અંતે પ્રશ્નોતરી કાળમાં વિધાર્થીઓએ આતુરતા પૂર્વક પ્રશ્નો પૂછતા તેમને સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા હતા. શાળા અને સંચાલક મંડળ વતી શાળાના આચાર્ય વિક્રમભાઇ માંજરીયાંએ પ્રા.જે.એમ.તળાવિયાનું સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો.


















Recent Comments