ભાવનગર

શિશુવિહાર પરિસરમાં ૨૭ મી ફેબ્રુઆરીએ પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે

ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત સ્વ. વિનોદરાય જેઠાલાલ ભટ્ટના સ્મરણાર્થે હસ્તે શ્રી ગુણવંતીબેન વિનોદ રાય ભટ્ટ  527મો તેમજ 528મો દાદીમા જીવીમાંની સ્મૃતિમાં  શ્રી નવનીતભાઈ રાઠોડ હસ્તક પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા. 27/02/2026 શુક્રવારે સવારે 9 થી 11 શિશુવિહાર પ્રાંગણમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે.જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શેઠ શ્રી વી . સી.લોઢા વાળા હૉસ્પિટલ ભાવનગરના સહયોગથી યોજાનાર આ યજ્ઞમાં વિનામૂલ્યે આંખ તપાસ કરી જરૂરિયાતમંદને  આંખના ડ્રોપ્સ અપાશે તથા મોતિયાના ઓપરશન કરી નેત્રમણી મૂકી અપાશે . જે ભાઈ બહેનોને આંખ તપાસ કરાવવી હોય તેમને સવારે 9:30 થી 11:00 કલાક તેમજ સાંજે 5  થી 7 શિશુવિહારમાં આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખી નામ નોધાવી કેસ પેપર મેળવી લેવા.

Related Posts