ગુજરાત

ઈશ્વરી અસ્તિત્વ નો અહેસાસ કરાવતી “આત્મા માલિક” સંસ્થાન અકર્તાભાવથી થી આરંભાયેલ ધ્યાનપીઠ ની સેવા ૮૬ દેશો ના અનુયાયી સુધી વિસ્તરી

મહારાષ્ટ્ર કોપર ગાંવ “આત્મા માલિક” સંસ્થાન પરિચય  જગત ની આઠ મી અજાયબી સમાન ધ્યાન પીઠ કોપરગાંવ મહારાષ્ટ્ર ના સ્થાપક શ્રી જંગલી મહારાજ શ્રી અદભૂત પણે અકર્તાભાવથી સંપૂર્ણ ત્યાગમૂર્તિ સ્વરુપ પ્રગટ જીવન માં જે જે અને જેવા પ્રકારે કામ કરી રહ્યા છે તે જગતની આઠમી અજાયબી સમાન છે આશરે એક હજાર એકરમાં સુવ્યવસ્થિત આયોજન બધ્ધ પુર્ણ સ્વચ્છતા સાથે સ્વયમ્ શિસ્ત સાથે માનવ જીવનને ઉપયોગી તમામ ઉપયોગિતા પૂર્ણ  સેવાઓ સાથે કાર્યરત છે કદી કોઈની પણ પાસે દાન માટે હાથ લંબાવવામાં આવતો નથી નિષ્કામ ભક્તિભાવથી પ્રેરિત અગણિત ભાવક ધ્યાની દેશ વિદેશના સાધકો દ્વારા અનામી દાન પ્રવાહ અસ્ખલિત આવતો રહે છે ૫૦૦ બેડની કેન્સર વિગેરે અસાધ્ય બિમારીઓની નિ: શુલ્ક સારવાર દરરોજ ત્રણેય ટાઈમ  એકપણ દર્શનાર્થીને ગણિતમાં લીધા વગર એકલાખ સાધકો દર્શનાર્થીઓને શુધ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે વિશ્વની અજાયબી સ્વરુપ ઈન્ટરનેશનલ સ્કૂલ કે જેમાં ધોરણ ચોથા પછીના પૂર્ણ કાલિન અભ્યાસ દિકરાઓ અને દિકરીઓ માટે પ્રાથમિક માધ્યમિક અને કોલેજ મહા કોલેજ ના શિક્ષણ વ્યવસ્થા પ્રગટપણે પ્રસ્થાપિત વ્યવસ્થાથી

ઉર્જિત છે જેમાં આર્ટસ કોમર્સ સાયન્સ સાથે રાષ્ટ્રીય ગૌરવરુપ આર્મી શિક્ષણ ફેકલ્ટી પ્રવર્તમાન છે પાંચ હજાર થી વધારે આદિવાસી વિધ્યાર્ઓ ને નિ: શુલ્ક વિધ્યાભ્યાસ કરાવવામાં આવે છે પ્રાત: સ્મરણીય પરમ વંદનીય શ્રી શ્રી જંગલી મહારાજજી ની અવિરત અહર્નિશ અનૂકંપા “આત્મા માલિક” ધ્યાનપીઠમાં

વરસતી જ રહે છે ભિતરની ધ્યાન અવસ્થામાં આ અલૌકિક પરમ આનંદની અનુભૂતિ નો લાભ પામવા કાજે પોલેન્ડ સહિત સમગ્ર વિશ્વના ૮૬ દેશોમાંથી

ધ્યાન આત્મજ્ઞાન પિપાસુ ચૈતન્ય સ્વરુપ ભાવકો બારેમાસ  આવતા રહે છે આ અલૌકિક અને પરમ દિવ્ય કાર્યના અકર્તા કાર્યવાહક શ્રી શ્રી પરમાનંદબાપૂ

શ્રી શ્રી જંગલી મહારાજજી ના પ્રથમ શિષ્ય પરમ દિવ્ય ચૈતન્ય સ્વરુપ પૂર્ણ મૂકભાવે સંપૂર્ણ સમર્પિત પણે સેવા બજાવી રહ્યા છે રાત દિવસ નિત્ય નિરંતર

અને તેમની પછીના સ્થાન પર શ્રી શ્રી કૃષ્ણાનંદજી મમહારાજ પણ વિશ્વાત્મક ગુરુદેવ શ્રી શ્રી

જંગલી મહારાજજી ના માનવ નિર્માણ અર્થે

અધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તી અર્થે સનાનતના મૂળ સ્વરુપની

પ્રગટ જીવંત જીવન મિશાલ બનીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્વાંગ જ્ઞાન પ્રકાશ પાથરી રહ્યા છે

શ્રી કૃષ્ણાનંદજી મહારાજ શ્રી શ્રી જંગલી મહારાજ

અને શ્રી શ્રી પરમાનંદજી મહારાજના પગલે પગલે ભાવનગર જીલ્લા ના ગારીયાધાર તાલુકાના અખતરીયા ગામે સેવાઓ પ્રવર્તમાન રુપમાં પૂર્ણ પ્રસ્થાપિત કરીને હવે સુરત મુકામે કે જે શહેર ભારત દેશના તમામ રાજ્યના લોકો નું પ્રતિનિધીત્વ કરે છે ત્યાં વેલંજામાં સુરત ખાતે પાછલા એક વર્ષથી  શ્રી શ્રી ગુરુદેવના આશિર્વચન થી નિમાર્ણ પામીને સર્વાંગ આત્મકલ્યાણ લોકકલ્યાણ માટે પૂર્ણ સમર્પિત પણે કાર્યરત સેવા ફરમાવી રહ્યા છે “આત્મા માલિક”

જય જય શ્રી ગુરુદેવ

Related Posts