ગુજરાત

ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન સુરત દ્વારા  વાર્ષિક સામાન્ય સભા અને પરિવાર સ્નેહમિલન માં રક્તદાન કેમ્પ નું આયોજન 

રત ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન સુરત દ્વારા 

વાર્ષિક સામાન્ય સભા અને પરિવાર સ્નેહમિલન માં રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૪૮ લોકો એ રક્ત દાન કર્યું ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન ની છઠ્ઠી સામાન્ય સભા અને પરિવાર મિલનનું પણ આયોજન હેવન વિલા રિસોર્ટ, સેવાણી રોડ, કોસમાડી, કામરેજ, સુરત ખાતે કરવામાં આવ્યું તમામ સભ્યો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી રમત ગમત તેમજ વિવિધ કલા પ્રસ્તુતિ કાર્યક્રમોમાં સહભાગી બન્યા.પ્રમુખ શ્રી ગિરીશ કુમાર બી એ જણાવ્યું કે એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ નું પણ યોજવાન કરવામાં આવ્યુ જેમાં ૪૮ યુવાનો એ રક્ત દાન કરી રેડ ક્રોસ બ્લડ સેન્ટર ને અર્પણ કરવામાં આવ્યું જેમાં મનીષભાઈ પટેલ (પુણા ગામ) દ્વારા એસોસિએશન ના પ્રમુખ નું સન્માન કરવામાં આવ્યું તેમજ દરેક રક્ત દાતા ને પ્રમાણ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું બેબી ચક્રપાણી (સચિવ) સજીથ પી.એસ.(ખજાનચી)અશોક કુમાર ટી.(ઉપપ્રમુખ) સુનીલ કુમાર (સંયુક્ત સચિવ) જયલાલ પ્રભા સુધન (સંયુક્ત ખજાનચી તેમજ તમામ સભ્યો નો સંપૂર્ણ સહકાર સાંપડ્યો.રક્તદાન ના ઉમદા આયોજન બદલ ડો પ્રફુલભાઈ શિરોયા એ આયોજક ને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સામાજિક સંરચના માં ઉજવાતા દરેક નાના મોટા સારા નરહા પ્રસંગો રક્તદાન કેમ્પ યોજી જરૂરિયાતમંદ દર્દી ઓના જીવન રક્ષક બનો મેકઅપ કરવા ની ઉંમરે રક્તદાન કરો તો ચેકઅપ કરવાની જરૂર નહીં પડે નો સુંદર સંદેશ આપ્યો હતો 

Related Posts