રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,
ગાંધીનગર દ્વારા સંચાલિત સરદાર પટેલ રમત સંકૂલ, ભાવનગર ખાતે કાર્યરત છે, રમત સંકૂલ ખાતે પે એન્ડ પ્લે
યોજના અમલમાં હોય જેમાં ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે.
સરદાર પટેલ રમત સંકૂલ ભાવનગર ખાતે લોન ટેનિસ રમતમાં તાલીમ મેળવી રહેલ ખેલાડી તીર્થરાજ. વી.
નિસરતા જે તાજેતરમાં ગુજરાત સ્ટેટ ટેનીસ એસોસીએશન દ્વારા અલગ અલગ જિલ્લામાં ટેનીસ રેન્કિંગ સ્પર્ધાનું
આયોજન કરવામાં આવેલ જેમાં તા. ૧૭ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ઓપન વય જુથમાં મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમા પ્રથમ સ્થાન મેળવેલ હતું તેમજ તા. ૨૪
થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપન વય જુથમાં મેન્સ સિંગલ્-
પ્રથમ અને મેન્સ ડબલ્સમાં દ્વિતીય સ્થાન મેળવેલ હતું અને તા. ૦૬ થી ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ અમદાવાદ ખાતે
આયોજન કરેલ હતું જેમાં મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ પ્રથમ સ્થાન મેળવેલ છે. તે બદલ જિલ્લા રમત પ્રશિક્ષણ
કેન્દ્ર, ભાવનગર તરફથી ટેનિસ ખેલાડી તીર્થરાજ નિસરતા ને અભિનંદન પાઠવવામા આવે છે.
વધુમાં સરદાર પટેલ રમત સંકૂલ, ભાવનગર ખાતે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત સ્વામી
વિવેકાનંદ પ્રતિભા સવર્ધન કેન્દ્ર (COE), ખેલો ઇન્ડિયા સેન્ટર, ડી.એલ.એસ.એસ, પે એન્ડ પ્લે વગેરે યોજનાઓ
કાર્યરત છે જેમાં ખેલાડીઓ તાલીમ મેળવીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવનગરનું તથા ગુજરાત રાજયનું
નામ રોશન કરેલ છે તેવું શ્રી સુનીલભાઈ ચોધરી (જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવનગર ) દ્વારા જણાવવામાં
આવ્યું છે.
ભાવનગર ડી.એલ.એસ.એસ.ના ખેલાડી તીર્થરાજ નિસરતાનું લોન ટેનિસ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન


















Recent Comments