શબ્દના સાનિધ્યમાં ઇતિહાસ આખો જાગશે,
ટેકરીની ધૂળમાંથી દિવ્ય વાણી લાગશે.
સંતની આ પરંપરા અક્ષર રૂપે જીવતી રહે,
એ જ આશાએ અહીં સાહિત્યની સરવાણી જાગશે.
–“પાંધીસર”
સાવરકુંડલાના પવિત્ર સ્થળ એવા કબીર ટેકરી ખાતે આજરોજ તા. ૧-૩-૨૬ને રવિવારના રોજ એક વિશેષ સાહિત્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું . આ ગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ્ય કબીર ટેકરીના મહિમાને વર્ણવતા પ્રસ્તાવિત પુસ્તકના નિર્માણ કાર્યને વેગ આપવાનો અને તેના સંપાદન અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવાનો છે.
આ પ્રસંગે કબીર ટેકરીના મહંત શ્રી નારાયણદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહી પોતાનું આશીર્વચન અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડશે. તેમના સાનિધ્યમાં કબીર ટેકરીના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓને કેવી રીતે દસ્તાવેજી સ્વરૂપ આપવું તે અંગે ગહન ચર્ચાઓ થઈ
આ ગોષ્ઠીમાં સાહિત્ય જગતના અગ્રણીઓ જેવા કે શ્રી વાસુદેવભાઈ સોઢા, શ્રી રવજીભાઈ કાચા, શ્રી નાનાભાઈ ત્રિવેદી, શ્રી યશભાઈ ત્રિવેદી, ગોરધનભાઈ ભેંસાણીયા, શ્રી દિપાલીબેન પંડ્યા, શ્રી સુધીરભાઈ મહેતા અને અન્ય નામી-અનામી સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેલ. લેખકો અને સંશોધકો દ્વારા ટેકરી સાથે જોડાયેલી લોકમાન્યતાઓ, સંત પરંપરા અને સમાજજીવન પર તેના પ્રભાવ વિશેના તથ્યો રજૂ કરવામાં આવેલ
આ પુસ્તક દ્વારા કબીર ટેકરીનો ગૌરવશાળી વારસો આવનારી પેઢી સુધી અક્ષરદેહે પહોંચે તેવો સક્રિય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પુસ્તકને સર્વગ્રાહી અને સંશોધનાત્મક બનાવવા માટે વિવિધ તજજ્ઞોના સૂચનો પણ લેવામાં આવેલ


















Recent Comments