અમરેલી

જેસીંગપરામાં રૂ. ૧.૬૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી પ્રાથમિક શાળાનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ

અમરેલી  શહેરના જેસીંગપરા ખાતે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિઅમરેલી સંચાલિત અને અંદાજે રૂ. ૧.૬૦ કરોડના ખર્ચે નિર્મિત નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ રાજ્ય સરકારના ઊર્જા અને કાયદા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ અત્યાધુનિક સુવિધાસભર શાળાની ભેટ વિદ્યાર્થીઓને મળી હતી. ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાને સ્માર્ટ બોર્ડપ્રયોગશાળા અને વર્ગખંડની અત્યાધુનિક ભેટ મળી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બને તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવી શાળાના નિર્માણથી જેસીંગપરા તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળશે. તેમણે આ કાર્ય માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમરેલી વિધાનસભાની તમામ પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાન સો ટકા પરીપૂર્ણ થશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કેટૂંક સમયમાં જેસીંગપરા નજીકથી પસાર થનારા અંદાજે રૂ. ૨૭૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારા રાધેશ્યામ બાયપાસના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ બાયપાસના નિર્માણથી વિસ્તારમાં વાહનવ્યવહાર સુવિધા સુધરશે તેમજ વિકાસને નવી ગતિ મળશે.

કાર્યક્રમના પ્રારંભે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશીસહકારી અગ્રણી અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનશ્રી પી.પી. સોજીત્રાએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી લીંબાણીઉપપ્રમુખશ્રી કાલેણાસભ્યશ્રી માંગરોળીયાત્રાપસિયાઅગ્રણીશ્રી અતુલભાઈ કાનાણીશાળાના આચાર્યશિક્ષકગણ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts