ભાવનગર

ભાવનગર વન વિભાગની મહુવા, જેસર અને પાલીતાણા રેન્જ કચેરીઓના ગોડાઉનમાં સંગ્રહિત વર્ષ ૨૦૨૧-૨૨ના ઘાસની હરાજી કરાશે

ઇસમો – ઇજારદારો, ખેડૂતો પશુપાલકોને જણાવવાનું કે, ભાવનગર વન વિભાગ હેઠળના ભાવનગર અને
બોટાદ જીલ્લાની પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરીઓ હસ્તકના સને : ૨૦૨૧-૨૨ના વર્ષના ગોડાઉનમા સંગ્રહ કરેલ
ઘાસની જાહેર હરાજી રાખવામાં આવી છે. તેમાં ભાગ લેવા ઇજારદારોને નિયત સમય તથા તારીખ અને સ્થળે હાજર
રહેવા ભાવનગર વન વિભાગ દ્વારા જણાવ્યું છે.
ભાવનગર મહુવા રેન્જ કચેરી અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ સાંખડાસર ગોડાઉન -૧૭ ખાતે ૧૧૨૫૨ કિ.ગ્રા, કુંઢડા
ગોડાઉન-૨ (૨૦) ખાતે ૨૨૫૭૦ કિ.ગ્રા, કુંઢડા ગોડાઉન-૩ (૨૧) ખાતે ૧૧૩૬૭ કિ.ગ્રા, કુંઢડા ગોડાઉન-૪ (૨૨) ખાતે
૨૫૭૯૬ કિ.ગ્રા, ગેબર-૧ (૨૩) ૧૧૫૭૩ કિ.ગ્રા, ગેબર-૨ (૨૪) ૨૨૭૧૧ કિ.ગ્રા, ગેબર-૩ (૨૫) ૧૧૩૧૧ કિ.ગ્રા,
ગેબર-૪ (૨૬) ૨૩૩૮૯ કિ.ગ્રા, અને મોટા ખુંટવડા ગોડાઉન-૧(૨૭) ૧૧૨૨૯ કિ.ગ્રા.ની હરાજી પરીક્ષેત્ર વન
અધિકારીશ્રીની કચેરી, મહુવા, તાલુકા સેવા સદનની પાછળ તા.૧૬-૦૩-૨૦૨૬ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે.
જેસર રેન્જ કચેરી અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ મોટા ખુંટવડા ગોડાઉન-૨ (૨૮) ૨૧૬૦૦ કિ.ગ્રા., બેડા-૧ (૨૯)
૭૬૫ કી.ગ્રા., બેડા ગોડાઉન-૨ (૩૦) ૨૧૬૦૦ કી.ગ્રા., કરજાળા-૧(૩૧) ૨૨૨૬૩ કી.ગ્રા.,કરજાળા-૨ અને રાણીગાળા
(૩૨) ૧૧૨૫૦ કી.ગ્રા.ની હરાજી પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, જેસર, ત્રીજો માળ તાલુકા સેવા સદન તા.૧૬-
૦૩-૨૦૨૬ બપોરે ૩:૦૦ કલાકે યોજાશે.
પાલીતાણા રેન્જ કચેરી વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત રાજસ્થળી-૧ (૧૬) ૭૪૩૦ કી.ગ્રા., પાલીતાણા-૧ (૧૩)
૧૮૯૦૦ કી.ગ્રા, પાલીતાણા-૨ (૧૪) ૮૪૫૦ કી.ગ્રા, અને પાલીતાણા-૩ (૧૫) ૨૦૨૫૦ કી.ગ્રા.ની હરાજી પરીક્ષેત્ર વન
અધિકારીશ્રીની કચેરી, પાલીતાણા, હાડકેશ્વર મંદિરની બાજુમાં તા.૧૬/૦૩/૨૦૨૬ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે.

ઉપરોકત માલ સામાનની ખરાઇ ઉપર જણાવેલ ડેપો સ્થળ પર જઇ તપાસ કરી શકાશે. આ માલ સામાનની
હરાજી બાબતે વધુ માહિતી જણાવેલ જે તે પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરીએથી કચેરી સમય દરમ્યાન પણ
મેળવી શકાશે.
હરાજી બંધ રાખવી કે ચાલુ રાખવી તે અંગેની સર્વે સત્તા નાયબ વન સંરક્ષકશ્રીની રહેશે. હરાજીમાં ભાગ
લેનારે રૂા.૧૦૦૦/- ની ડીપોઝીટ સ્થળ પર ભરવાની રહેશે. ના-મંજુર માંગણીદરની ડીપોઝીટ સ્થળ પર પરત
કરવામાં આવશે.
હરાજી મંજુર થયેલ ઇસમે સ્થળ પર ખરીદ રકમની ૨૫ ટકા રકમ ભરી બાકીની ૩/૪ રકમ હરાજી પુરી થયા
બાદ માલ સામાન ઉઠાવતા પહેલા આ બન્ને માંથી જે યોગ્ય હશે તે મુજબ રકમ ભરવાની રહેશે તથા હરાજીની રકમ
પર નીયમ મુજબના ટેક્ષ આપવાના રહેશે.
રદ પાત્ર માલ સામાનને જે સ્થિતીમાં છે તે જ સ્થિતીમાં હરાજી કરવાની છે. મંજુર થયેલ હરાજી મુજબ ઇસમ
દ્વારા બાકીની રકમ ભરપાઇ કરી માલ સામાન ઉપાડવામાં નહી આવે તો તે ઇસમની મંજુર થયેલ હરાજી રદ કરી
ભરેલ ડીપોઝીટની રકમ જપ્ત કરવાની રહેશે તેમજ આ માલ સામાનની ફેર હરાજી તેમના ખર્ચે કરવામાં આવશે.
આ અંગે સરકારશ્રીને કોઇ નુકશાન થશે તેની વસુલાત ટેક્ષ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હરાજીની વધુ બીજી શરતો હરાજી શરૂ કરતા પહેલા સ્થળપર વાંચી સંભળાવવામાં આવશે અને જે શરતો હરાજીમાં
ભાગ લેતા દરેક માટે બંધન કર્તા રહેશે, તેમ નાયબ વન સંરક્ષકશ્રી,ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.

Related Posts