ભાવનગર

મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ

મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં LPG
સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા
મોનિટરીંગ કરવામાં આવી રહેલ છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો
એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.
ગુજરાત રાજ્યમાં ૩૦% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNGનો પૂરતો
જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે. રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી જી
નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન હેઠળ જાહેર ક્ષેત્રની ઓઈલ
માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્ડરના બુકીંગ વચ્ચે ૨૫ (પચ્ચીસ) દિવસનો
સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જી.
સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્ડરનું
વેચાણ નિયંત્રિત કરવામ આવેલ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તેમની જરૂરીયાત મુજબ એલ.પી.જી.ની
ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે.
એલ.પી.જીનો અનઅધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ
કિંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા. એલ.પી.જી. કંટ્રોલ ઓડર-૨૦૦૦
મુજબ કાયદાકિય રીતે ગુનો બને છે તથા આવી પ્રવૃતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી
પગલા પણ લેવામાં આવશે.
આ ગેસ સીલીન્ડરનાં ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય સરકાર તથા જિલ્લા પુર અધિકારીશ્રી
તથા તમામ પ્રાંત અધિકારીશ્રી/મામલતદારશ્રીઓ દ્વારા દરરોજ કરવામાં આવે છે. આવશ્યક ચીજવસ્તુઓની
સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે તમામ ગેસ એજન્સી અને ઇમ્પોર્ટરશ્રીઓને જરૂરી
કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવેલ છે.
જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ગેસ સીલીન્ડરના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના
વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ તથા એલ.પી.જી કંટ્રોલ ઓડર-૨૦૦૦ હેઠળ કડક કાર્યવાહી
કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તથા તમામ પ્રાંત અધિકારીશ્રી/મામલતદારશ્રીઓને જણાવેલ છે. તમામ નાગરિકો
કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર પર વિશ્વાસ સાથે
સંપૂર્ણ સહકાર આપવા જિલ્લા વહિવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.

Related Posts