લાઠી તાલુકા ના આંસોદર ખાતે કેન્સર વિરોધી રસીકરણ સત્ર નું આયોજન ભારત સરકાર ના આરોગ્ય મંત્રાલય દ્વારા નિર્દિષ્ઠ માર્ગદર્શિકા મુજબ અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી અને ડો. આર આર મકવાણા ની સૂચના થી આંસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભાશય મુખ વિરોધી રસીકરણ નું ખાસ સત્ર યોજવામાં આવ્યું હતું. જે અંતર્ગત મેડિકલ ઓફિસર ની દેખરેખ હેઠળ ૧૪ વર્ષ પૂર્ણ કરેલી તરુણીઓને સ્વૈચ્છિક સંમતિ થી ગર્ભાશય મુખ ના કેન્સર સામે રક્ષણ આપતી એચ.પી.વી. રસી આપવામાં આવી હતી. તેમજ તરુણીઓ અને મહિલાઓ ને આ પ્રકાર ના કેન્સર ને નિવારવા માટે રાખવામાં આવતી તકેદારીઓ, આરોગ્યપ્રદ આહાર વિહાર અને જીવનશૈલી વિશે આરોગ્ય શિક્ષણ આપવા માં આવ્યું હતું. આંસોદર ના ડો. રોહિત ગોહિલ, ડો. હરિવદન પરમાર, ડો. રેખા સરતેજા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો એ સમગ્ર કામગીરી નું સફળ આયોજન કર્યું હતું.
લાઠી તાલુકા ના આંસોદર ખાતે કેન્સર વિરોધી રસીકરણ સત્ર નું આયોજન













Recent Comments