અમરેલી

સાવરકુંડલા ખાતે ‘ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન ડે’ ની શાનદાર ઉજવણી: ૧૦૮ના કર્મીઓનું સન્માન કરાયું

વખત કપરો ગમે તેવો હોય

 પણ આશા નથી હોતી,

૧૦૮ના ટેકનિશિયન જેવી 

કોઈ બીજી સેવા નથી હોતી.

​ખુદાની રહમ છે કે જિંદગી                             બચાવવા એ દોડે છે,

માનવતાના આ દેવદૂતોની 

કોઈ સીમા નથી હોતી.

–“પાંધી સર”

ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ૧૦૮ સેવાના પાયાના સ્તંભ સમાન ‘ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન’ (EMT) ના માનમાં ગઇકાલે ૨ એપ્રિલના રોજ સાવરકુંડલા ખાતે ‘EMT ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કટોકટીના સમયે પોતાની જાનની પરવા કર્યા વગર દર્દીઓની સેવામાં ખડેપગે રહેતા આ કર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

​આ પ્રસંગે સાવરકુંડલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. વિવેક તરસરીયા સાહેબ તથા શિવાંગી મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ૧૦૮ના કર્મચારીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ પહોંચતા પહેલા જે પ્રાથમિક સારવાર મળે છે તે જીવન બચાવવા માટે અત્યંત મહત્વની હોય છે અને આ કામ EMT જવાનો કુશળતાપૂર્વક કરી રહ્યા છે.

​અમરેલી જિલ્લા ૧૦૮ના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેક કાપીને દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અધિકારીઓએ તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવા આપવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમથી કર્મચારીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related Posts