દામનગર શહેરના વ્યાપાર ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ મા સંકળાયેલા પ્રતિષ્ઠિત વેપારી અને સામાજિક અગ્રણી શ્રી રફીકભાઇ હુનાણી ની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમણૂક થયાની જાહેરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થી કરવામાં આવી છે
વ્યાપાર ઉદ્યોગ માં પ્રમાણિક ,શાલીન તેમજ લઘુમતી અને બહુમતી સમાજ માં ચાહના અને માન ધરાવતા શ્રી હુનાણી એ ઘણા વર્ષો સુધી સૌરાષ્ટ્ર કોટન સીડ મીલજીન ના મંત્રી તરીકે અને દામનગર જી આઈ ડી સી ઇન્ડસ્ટ્રીયલમાં પ્રમુખ તરીકે તેમજ શહેર ની શરાફી સહકારી મંડળીમાં પણ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી ચુક્યા છે હાલ શહેર ની Z M ગર્લ્સ હાઇસ્કૂલ , ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને હાઇસ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાઓ માં પણ કાર્યરત છે
આ જાહેરાત થતા સરકાર ના ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશીકભાઇ સાહેબ વેકરિયા,સાહેબ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી,સાંસદ શ્રી ભરતભાઇ સુતરિયા, ધારાસભ્ય શ્રી જનકભાઇ તળાવીયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાવાળા, ધારાસભ્ય શ્રી જે વી કાકડીયાજી ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી પરીબાપુ જીલ્લા પંચાયત ના શ્રી પ્રભાતભાઇ કોઠીવાળ, જીલ્લા ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ ડેર ,રજાકભાઇ કચરા,ભાજપના તેમજ ઉધોગ અગ્રણી શ્રી રામદેવભાઇ પરમાર સહિત ના આગેવાનો દ્વારા આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
સુરત ખાતે થી સૌરાષ્ટ્ર મેમણ જમાત ના પ્રમુખ શ્રી બિલાલ શેઠ ટીનવાળા ઉપપ્રમુખ શ્રી અમીનભાઇ છાયા બિલ્ડર શ્રી V D પટેલ ,ડાયમંડ નગર વાળા શ્રી શિવાભાઇ શેઠ, ધિરૂભાઇ મુલાણી, છગનભાઇ ધામેલ, ભોલાશેઠ અને ગારિયાધાર,ઉમરાળા,સણોસરા સહિત અનેક શહેરોના મેમણ જમાત ના હોદ્દેદારો અને મુસ્લિમ સમાજના આગેવાનો એ આવકારી મુબારકબાદી પાઠવી હતી
દામનગર શહેરમાં પણ આ જાહેરાત થી ખુશી ની લહેર પ્રસરી ગઈ છે નગરપાલિકા પુર્વ પ્રમુખ શ્રી ગોબર ભાઈ નારોલા શહેર ભાજપ પ્રમુખ શ્રી મકવાણાભાઇ પુર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ નારોલા નગરપાલિકા માજી પ્રમુખ શ્રી અમરશીભાઇ વાસણવાળા માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન શ્રી ભગવાનભાઇ નારોલા, શહેરની અનેક સંસ્થાઓ પ્રમાણિકતા થી સુપેરે નિભાવતા તેમજ પત્રકાર સંઘ ના શ્રી નટુભાઇ ભાતિયા માર્કેટિંગ યાર્ડ ના પુર્વ ચેરમેન શ્રી નાનુભાઇ ડોન્ડા ,તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રિતેશ નારોલા મિલ એસોસિએશન ના શ્રી પ્રવીણભાઈ ઇસામલીયા જિનપ્રેસ એસોસિએશનના શ્રી પ્રવિણભાઈ જાગાણી તાલુકા પંચાયત ના પુર્વ ચેરમેન શ્રી નરેશભાઇ ડોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ શ્રી રાજેશભાઈ ઇસામલીયા ,શ્રી ભોળાભાઇ બોખા સામાજિક અને મુસ્લિમ અગ્રણી શ્રી ઇકબાલભાઇ ડૈરયા, કાશમભાઇ મીલવાળા, મુસ્લિમ જમાત ના પ્રમુખ શ્રી મુસાભાઇ ચુડાસમા ,શહેર ભાજપ મહામંત્રી શ્રી સતીશબાપુ શ્રી પ્રકાશભાઈ તજા ઉપપ્રમુખ શ્રીઓ ધ્રુવભાઇ ભટ, શ્રી પાઠકભાઇ , શ્રી બાદલભાઇ ભટ નગરપાલિકા પુર્વ સદસ્ય શ્રી ઓ શ્રી હિમતભાઇ આલગીયા, જયંતીભાઈ ખોખરીયા શ્રી સચિન બોખા, રિયાજ ચુડાસમા, હારૂનભાઇ ડી જે વાળા સહિતના કાઉન્સિલરો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ એ રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટ નટવરલાલ ભાતિયા















Recent Comments