આજે સાવરકુંડલા મુકામે રાજ દરબારગઢના પ્રાંગણમાં બિરાજમાન ઐતિહાસિક અને પાવન એવા જશોનાથ મહાદેવ મંદિર ખાતે સાવરકુંડલા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ અને શ્રદ્ધામય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર સ્ટેટના મહારાજા સાહેબ શ્રી જશવંતસિંહજી ભાવસિંહજી રાઓલની તસવીર જશોનાથ મહાદેવ મંદિર ખાતે વિધિવત્ સ્થાપિત કરવામાં આવી હતી.
ઐતિહાસિક વિગતો અનુસાર, પૂર્વકાળમાં ભાવેણા રાજ્ય (ભાવનગર સ્ટેટ) નીચે આવતા કસ્બે કુંડલા ગામ (હાલનું સાવરકુંડલા) ખાતે વિક્રમ સંવત ૧૯૧૨ની આસપાસ આ જશોનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનું નામ ભાવનગરના તત્કાલીન મહારાજા સાહેબ શ્રી જશવંતસિંહજીના નામ પરથી ‘જશોનાથ મહાદેવ’ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાવરકુંડલાનો હાલનો જે ‘વજલપરા’ વિસ્તાર તરીકે ઓળખાય છે, તેનું પ્રાચીન નામ પણ મહારાજા જશવંતસિંહજીના નામ પરથી ‘જશવંતપરા’ હતું.
ગોહિલવાડ રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ શ્રી વાસુદેવસિંહજી તેમજ પૂર્વ ઉપપ્રમુખ શ્રી અજીતસિંહજી વાજાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, સાવરકુંડલા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક સ્મૃતિને તાજી રાખવાના હેતુથી મહારાજા સાહેબ જશવંતસિંહજીનો ફોટો જશોનાથ મહાદેવ મંદિરમાં મુકવાનો પ્રશંસનીય નિર્ણય લેવાયો હતો.
આ પવિત્ર પ્રસંગે ભૂદેવ શ્રી સંજયભાઈ ત્રિવેદીના વરદહસ્તે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાવરકુંડલા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહાવીરસિંહ ગોહિલે પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
આ તકે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટના અમરેલી જિલ્લા કન્વીનર અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિરુદ્ધસિંહ વાજા, ટ્રસ્ટના મહામંત્રી શ્રી કરણસિંહ જાડેજા, ટ્રસ્ટી શ્રી મહાવીરસિંહ જાડેજા, ટ્રસ્ટી શ્રી હરેન્દ્રસિંહ વાઘેલા તેમજ રાજપૂત સમાજના બહોળા સંખ્યામાં ભાઈઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ ગોહિલવાડના ભવ્ય ઇતિહાસ અને મહારાજા સાહેબના યોગદાનને યાદ કરી વંદન કર્યા હતા.

Recent Comments