ભાવનગર વન વિભાગ હેઠળની ક્ષેત્રિય રેન્જ ભાવનગર હેઠળ હાથબ રાઉન્ડની ઈકો ટુરિઝમ ખાતેથી નીકળેલા જુના
ભંગારની જાહેર હરાજી તા.૧૯/૧૦/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ કલાકે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની
કચેરી, જ્વેલર્સ સર્કલ, વિક્ટોરિયા પાર્ક, ભાવનગર ખાતે રાખવામાં આવી છે.તેમાં ભાગ લેવા રસ ધરાવતાં ઈસમોને
નિયત સમય તથા તારીખ અને સ્થળે હાજર રહેવા ભાવનગર વન વિભાગ દ્વારા જણાવ્યું છે.
માલની વિગત મુજબ સોલાર લાઈટના પોલ નંગ-૧૯ (૯૫ કિ.ગ્રા.), વન્યપ્રાણી પકડવાનું પીંજરું નંગ-૧ (૮૫ કિ.ગ્રા),
વોચ ટાવર લોખંડ (૬૫૬૦ કિ.ગ્રા.), ઈલેક્ટ્રોનિક ગાડી નંગ-૧ (૮૦ કિ.ગ્રા.) અને હરતી ફરતી મુરતડી નંગ-૧ (૧૬૫
કિ.ગ્રા.)ક્વિન્ટલ ઉપલબ્ધ છે.
ભાગ લેનાર ઈસમોએ ખરાપણાની રકમ એકલોટના રૂા.૪૦૦/- માંગણી કરતા પહેલા રોકડેથી કરવાના રહેશે.
હરાજી જેના નામે મંજૂર કરવામાં આવે તે ઈસમોને તેની માંગણીની પુરેપુરી રકમના ૨૫ ટકા રકમ તે જ સમયે સ્થળ
પર ભરવાની રહેશે.
તમામ શરતો હરાજીના સમયે સ્થળ પર વાંચી સંભળાવવામાં આવશે.
હરાજીમાં મુકવામાં આવેલ સદર મુદ્દામાલ ભાગ લેનાર ઈસમો હરાજી પહેલાના કોઈપણ ચાલુ કામ-કાજના દિવસે
હાથબ ડેપો ખાતે જોઈ ચકાસી શકશે.
હરાજીમાં ફેરફાર કરવાની કે હરાજી મંજૂર કે ના-મંજૂર કરવાની તમામ આખરી સત્તા ભાવનગર વન વિભાગના
નાયબ વન સંરક્ષકશ્રીની રહેશે.
ભાવનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે જુના ભંગારની જાહેર હરાજી કરાશે
















Recent Comments