ભાવનગર

ભારત માનસ સ્વસ્તિક યાત્રા કથાના ચતુર્થ દિવસે કર્ણાટકના હમ્પીમાં

દક્ષિણ ભારતના કન્યાકુમારીથી કેદારનાથ સુધીની પૂ મોરારીબાપુની નિશ્રામાં ભારત સ્વસ્તિક કથાના ચોથા દિવસે કર્ણાટકના હમ્પી ખાતે ગાન થયું. 

      હમ્પી શહેર પુરાતત્વ અને ધાર્મિકતાનું દક્ષિણ ભારતનો કેન્દ્રબિંદુ તરીકે પણ ઓળખવું રહ્યું.રામ ચરિત માનસની સમગ્ર ગાથા આ વિસ્તારમાંથી પ્રસાર અને પ્રસારિત થઈ છે. હનુમાનજી અને રઘુરાયનું મિલન આ સ્થળે થયું છે.એટલું જ નહીં પંપા સરોવર લોકમાતા શબરીને મળવાનો અવસર પણ આ જ ક્ષેત્રમાં થયો છે. એટલે રામચરિત માનસના આ ક્ષેત્રનું મહત્વ અધિક માનવામાં આવે છે. 

              ભગવાન શિવના ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક એવા વિરુપક્ષા શિવમંદિરના પ્રાંગણમાં આજે ચોથા દિવસની કથાનું આયોજન થયું હતું.કથાના મંગલ વચનોમાં પૂ મોરારિબાપુએ કહ્યું કે આ ભૂમિનો સંબંધ ચાર યુગ સાથે છે.હનુમાનજી મહારાજની આ ભૂમિ છે.હનુમાનજીના કારણે આ ચાર યુગનો પ્રભાવ અહીં દેખાય છે.લોકમાતા શબરીજીની પણ આ ભૂમિ છે.તેથી તેને પાવનકારી તરીકે ઓળખતા રહ્યા છે.વર્ષો પહેલા અહીં આ હોસ્પેટ શહેરમાં કથાનો અવસર પણ પ્રાપ્ત થયો છે.પોથી લઈને આપણે સાથીયો પુરવા નીકળ્યાં છીએ. આ સ્વસ્તિકને આપણે ત્રિભુવનનીય સ્વસ્તિક તરીકે  ઓળખીએ.બીજા કેનવાસના સાથિયા પુરાય પણ આ સાથીયાનો રંગ અલગ છે.સ્વસ્તિકના 12 પ્રકારના દર્શનથી કલ્યાણ થાય છે.તેથી સ્વસ્તિકનું દર્શન મંગલકારી છે. આ દર્શનને આપણે દ્વાદશી દર્શન તરીકે ઓળખીએ છીએ. જેમાં માનસ દર્શન, વેદ દર્શન,શાસ્ત્ર દર્શન, ગૌમાતા દર્શન,આચાર્ય દર્શન,પરસ્પર દર્શન,સમાધી દર્શન વગેરેને ઓળખી શકીએ. 

       બાપુએ આજની કથામાં ગોપાલન પર અધિક મહત્વ આપીને દેશ-દુનિયામાં થઈ રહેલા ગોપાલનના કાર્યની સરાહના કરી હતી. સમગ્ર જગતને ગોપાલનથી વેદ-ઉપનિષદ તરફ જવા અનુરોધ કર્યો હતો. 

        આજની કથામાં કાશી વિશ્વનાથના અગ્રણી પ્રતિનિધિ જગતગુરુ પૂ.સતુઆ બાબાજી  પૂ.ગોપાલ બાબા અને અન્ય સંત ગણ પણ પોતાની ઉપસ્થિતિ હતાં.

             ટ્રેન દ્વારા યોજાઈ રહેલી રામકથા વિવિધ સ્થળોએ પર પહોંચે છે.એ ધાર્મિક ઐતિહાસિક સ્થાન પર કથાનું ગાન થાય છે. સાંજે બધાં જ શ્રદ્ધાળુઓ ફરી પાછા ટ્રેનમાં નવા ગંતવ્ય સ્થાન તરફ નીકળે છે.ચરૈવૈતિ ચરૈવૈતિના મંગલકારી મંત્રને સાર્થક કરીને ચાલતી આ યાત્રા વિવિધ પડાવો પર પોતાના શુભ સંકલ્પો અને સંદેશાઓ છોડતી જાય છે. 

      તૃતીય દિવસની કથામાં શૃ઼ંગેરીપીઠના શંકરાચાર્ય શ્રી ભારતીતીર્થ મહાસ્વામીના પુ. મોરારિબાપુએ મુલાકાત કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Related Posts