લાઈનમાં ઊભા રહીને થાક્યા, હવે તો આશ તૂટે છે,
નથી મળતો સમયસર ગેસ,
ધૈર્ય અમારું ખૂટે છે.
કહે છે ‘કાલે આવજો’,
આ રોજનો ખેલ ખેલાય છે,
ગરીબના આંસુની કિંમત,
અહીં ક્યાં કોઈને સમજાય છે?
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરના દેવળા ઝાંપા વિસ્તારમાં આવેલી ઈન્ડેન ગેસ એજન્સીમાં હાલ ગેસ ધારકોની હાલત કફોડી બની છે. છેલ્લા ઘણા સમયથી અહીં ગ્રાહકોની સમસ્યાઓ અને વ્યથા સાંભળનાર કોઈ નથી, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ સંદર્ભે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી અને સંયોજક બિપીનભાઈ પાંધીએ આજરોજ સ્થળ પરની રૂબરૂ મુલાકાત લેતાં ગ્રાહકોની સમસ્યા, વ્યથા અને હાલાકી જોવા મળી આ સંદર્ભે રૂબર સ્થિતિ પરીક્ષણ રીયાલિટી ચેક દરમિયાન ગ્રાહકોના જણાવ્યા અનુસાર, વહેલી સવારથી જ ગેસ ધારકો પોતાનું કામકાજ છોડીને ગેસ સિલિન્ડર માટે લાંબી કતારોમાં ઊભા રહે છે. કલાકોની પ્રતીક્ષા બાદ પણ ઘણીવાર સર્વર ડાઉન હોવાના બહાના અથવા સ્ટોક પૂરો થઈ ગયા હોવાનું કહી ગ્રાહકોને પરત મોકલવામાં આવે છે. અમુક ગ્રાહકો તો ચાર પાંચ દિવસથી ધક્કા ખાય છે અને છેલ્લે વીલા મોંઢે ઘરે પરત ફરે છે. તો કોઈ કહેતું જોવા મળેલ કે રસોઈ ગેસ રસોડામાં ખલાસ છે એટલે મંગાળે રોટલા રાંધવા મજબૂર છે. અમુક લોકોને પગની તકલીફ કે ધૂંટણનું ઓપરેશન કરાવ્યું હોય છતાં તેઓ લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે. તો અમુકને ઓનલાઇન રજિસ્ટ્રેશન થયેલ હોય ઓટીપી આવી જવા છતાં ગેસ એજન્સીએ પહોંચે ત્યારે રસોઈ ગેસના સિલિન્ડર ખલાસ છે એવો જવાબ પણ મળે છે. અમુક લોકો રાતના સાડા ત્રણ આસપાસ પણ આવીને ઈન્ડેન ગેસની ઓફિસે આવી જાય છે છતાં ગેસ સિલિન્ડર મેળવવામાં નિષ્ફળ રહે છે. અમુક તો ન્હાયા ધોયા વગર વહેલી સવારે ચાર વાગ્યે આવતાં જોવા મળેલ. અરે.. સવારનો નાસ્તો પણ પોતાની સાથે લાવી અહીં નાસ્તો કરતાં જોવા મળેલ પોતાના રોજગાર ધંધા ઘરકામ પડતાં મૂકીને એક રસોઈ ગેસ સિલિન્ડર મેળવવા માટે કેટલી કશ્મકશ અનુભવે છે એનો ચિતાર પણ લોકોને માટે સહાનુભૂતિ થાય તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળેલ.. ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને કાળઝાળ ગરમીમાં ઊભા રહેવું પડે છે, જે તેમની વ્યથામાં વધારો કરે છે.
એજન્સીના આવા અણઘડ વહીવટીથી જનતા પરેશાન છે. લોકો બીજી ગેસ એજન્સીની માંગણી કરતાં પણ જોવા મળે છે. આમ ગ્રાહકોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જો પરિસ્થિતિમાં વહેલી તકે સુધરશે નહી તો ગેસ ધારક ગ્રાહકોનો રોષ ચરમ સીમાએ પહોંચી જશે એ નિર્વિવાદ














Recent Comments