ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની કારોબારી મળી આજરોજ હોટેલ બાઝીલ પાર્ક ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ , ભાવનગરની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખશ્રી પરબતભાઇ મોરડીયાના અધ્યક્ષ સ્થાને મળેલ. જેનું સંચાલન મહામંત્રીશ્રી વિપુલભાઇ ચૌહાણે કરેલ.ગત વખતની કારોબારી બેઠકનું વાંચન જીજ્ઞેશભાઈ ગાબાણીએ કરેલ.31/03/26 ના રોજ પુરા થતા વર્ષનો હિસાબ પ્રમુખશ્રી પરબતભાઇએ રજુ કરેલ.આગામી સાધારણ સભા તેમજ 100 % બોર્ડના પરીણામ લાવનારી શાળાનુ સન્માન કાર્યક્રમ જુલાઈ- 26 માં યોજવા માટેનું આયોજન વિચારેલ.સંગઠનની મજબુતી માટે આગામી દિવસોમાં ખાનગી સ્કૂલોના વધુમા વધુ શાળાઓ સભ્ય બને તે અંગે વિચારણા થયેલ એ અંતર્ગત જુદા – જુદા તાલુકા માટે પ્રભારીઓની નિમણુંક સર્વાનુમતે કરવામાં આવી.આગામી સમયમાં વિજ્ઞાન મેળા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા આયોજન થાય તેવુ પણ વિચારેલ , આગામી સમયમાં શહેર સંગઠની બેઠક મળશે.દરેક ઉપસ્થિત સભ્યોએ અનુમોદન આપેલ.આજની કારોબારી બેઠકમાં માર્ગદર્શકો અવિનાશભાઈ પટેલ , મનહરભાઈ રાઠોડ તથા ચેરમેનશ્રી સુતરિયા સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત થયુ.બેઠકની આભારવિધિ પ્રવક્તા તરુણભાઈ વ્યાસે કરેલ.સમગ્ર બેઠકનું સૌજન્ય શ્રી ચામુંડા ઝેરોક્સ & બુક સ્ટોલ તરફથી પ્રાપ્ત થયેલ.
ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની કારોબારી મળી

















Recent Comments