દામનગર ના દહીંથરા ના યુવક અંકુર સુતરિયા ની આગામી તારીખ 25 એપ્રિલ ના રોજ બ્રાઝીલ દેશ મા યોજાનાર 91 મો ExpoZebu – Global organization meeting આખા વિશ્વ નો સૌથી મોટુ વિશાળ આયોજન થઈ રહ્યુ છે… જેમા આખા વિશ્વ માંથી અલગ અલગ દેશ ના અનેક વિધ તજજ્ઞો , ઉધોગકારો, વૈજ્ઞાનીકો , સંવર્ધકો, સરકારી સંસ્થા ના પ્રતિનિધિઓ બ્રાઝીલ ના ઉબેરાબા શહેર મા હાજર રહેવાના છે…
આ આયોજન મા 40 થી વધારે દેશ ના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે એમા ખાસ કરીને આપણા ભારત સરકાર ના નેતૃત્વ હેઠળ IFIZCI – Gujarat ની 12 વ્યકિત ની ટીમ જઇ રહી છે…
જેનાથી ભારત અને બ્રાઝીલ વચ્ચે ના પશુપાલન અને આધુનીક ખેતી ઉધોગીક પરસ્પર સંસાધનો એકમો ને જોડીને પારસ્પરીક સંબંધો વિકસાવવા માટે
ભારત દેશ ને બ્રાઝીલ ની સરકાર તરફ થી સવિશેષ આમંત્રણ પાઠવામાં આવ્યુ છે…
જેમા ગુજરાત માંથી અને દામનગર ના દહીંથરા ગામના વતની હાલ સુરત સ્થીત અંકુરભાઈ માધવજીભાઇ સુતરીયા ની સવિશેષ પસંદગી થવી એ ખરેખર દામનગર પંથક માટે ગૌરવશાળી ક્ષણ કહી શકાય..
યોગ્ય વ્યક્તિ ની પસંદગી કરી જેનાથી પશુપાલન ક્ષેત્રે તેમજ જીવદયા ના ઉત્તમ આચરણ કરુણા વાત્સલ્ય સુતરીયા પરિવાર ના સંતાન અંકુરભાઈ એ આખા પંથક ને ગૌરવ અપાવ્યુ છે..
ભારતીય પશુપાલન ને પ્રોત્સાહિત કરવા અને નવીનતમ આધુનીક તકનીક થી ગૌવંશ ગૌશાળા નુ ગૌસંવધઁન તેમજ ગૌ આધારિત ખેતી ઓર્ગેનીક ખેતી ને ઉચ્ચ ગુણવતાયુક્ત બનાવવા માટે IFIZCI ની ટીમ સતત કાયઁશીલ છે… જેનાથી આપણુ પશુધન અને પશુપાલકો સશક્ત બનશે….

















Recent Comments