અમરેલી

ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્કૂલ ખાતે ઇન્ટર DLSS શૂટિંગ લીગ ૨૦૨૬ નું ભવ્ય આયોજન

તારીખ 22 થી 25 એપ્રિલ 2026ના રોજ અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આયોજિત “ઇન્ટર DLSS શૂટિંગ લીગ ૨૦૨૬” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યકમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી.જેમાં ઉપસ્થિત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી (અમરેલી) પૂનમબેન ફૂમકિયા, સંસ્થાના મંત્રીશ્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી ઉપસ્થિત રહયા હતા. કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી જણાવ્યું કે સર્વોતમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરાના માર્ગદર્શનથી સર્વાંગી શિક્ષણના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગજેરા કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી ગુણવત્તાસભર શિક્ષણ સતત મહેનત અને આત્મવિશ્વાસ સાથે પ્રયત્ન કરવામાં આવે છે. કોઈપણ વિદ્યાર્થી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે. તેમજ ખેલાડીઓને પ્રેરણાદાયી શબ્દોથી ઉત્સાહિત કર્યા અને તેમને ઉત્તમ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપ્યું. તેમના પ્રેરણાદાયી માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં સ્પર્ધા પ્રત્યે અનેરો ઉત્સાહ વધાર્યો હતો. નોંધનીય છે કે આ સંસ્થામાં ભાઈઓ અને બહેનો માટે અલગ અને સુવ્યવસ્થિત નિવાસ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ભોજનાલયથી લઈને રવિવારના મોટિવેશનલ કાર્યક્રમો, ફિલ્મ શો તેમજ વિવિધ ઉજવણી કાર્યક્રમો તેમજ ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ આયોજન સાથે સુચારૂ રીતે સંચાલિત કરવામાં આવે છે. તેમજ વાલીઓમાં સંસ્થાની સુવ્યવસ્થિત વ્યવસ્થા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.

Related Posts