સાવરકુંડલા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા ભવ્ય જનસમર્થન બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વિજય યાત્રા દરમિયાન જનાદેશનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ વિજય યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા ધારાસભ્યશ્રીનું સ્થળ સ્થળે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર, ઢોલ-નગારા સાથે કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે આ જીત માત્ર પક્ષની નહીં પરંતુ સાવરકુંડલાના દરેક નાગરિકની જીત છે. તેમણે મતદાતાઓ, કાર્યકરો અને આગેવાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વધુ ઝડપથી કામ કરવાની ખાતરી આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકો દ્વારા દર્શાવાયેલ વિશ્વાસને સાચવવું એ મારી પ્રથમ જવાબદારી છે અને વિકાસના દરેક કામોમાં પારદર્શિતા અને પ્રામાણિકતા જાળવીને વિસ્તારને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવશે.
આ વિજય યાત્રામાં મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો, કાર્યકરો તેમજ સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર સાવરકુંડલા વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો.















Recent Comments