અમરેલી

નામદાર એડી.ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ ધારીના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસના છેલ્લા “વીસ વર્ષથી” નાસતા ફરતા પકડ વોરંટના આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા તથા શ્રી જયવીર ગઢવી
સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા જિલ્લાના નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ
તેમજ નામદાર કોર્ટોના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના આરોપીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી
માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના
માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન
હેઠળ પેરોલ ફર્લો ટીમ ક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના પકડ વોરંટમાં ફરાર આરોપી બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા
ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મેળવી પકડ વોરંટના આરોપીને તા.૦૧/૦૫/૨૦૨૬ ના રોજ વેરાવળ જિ.ગીર સોમનાથ
ખાતેથી પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા ધારી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.
વિગતઃ- આ કામે આરોપીને નામદાર એડી.ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ ધારીના ફોજદારી કેસ નં.-
૭૪૪/૨૦૦૫ મુજબનો કેસ થયેલ હોય જે કામે આરોપી પકડ વોરંટમાં છેલ્લા વીસ વર્ષથી ફરાર હતો જેને પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી:- મનસુખભાઇ પોપટભાઇ ચારોલા (દે.પુ.) ઉવ-૫૦ ધંધો.મજુરી રહે.મોટા
સમઢીયાળા તા.ખાંભા જિ.અમરેલી હાલ રહે.ભાલપરા, જી.આઇ.ડી.સી. વિસ્તાર તા.વેરાવળ
જિ.ગીર સોમનાથ
આ કામગીરી શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓ તથા શ્રી જયવીર ગઢવી
સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓની સુચના અન્વયે તથા શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા.
એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી,
અના.એ.એસ.આઇ. એ.એમ.સોલંકી તથા અના.હેઙકોન્સ. એસ.કે.શેખ એ રીતેના જોડાયેલ હતા.

Related Posts