અમરેલી

મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી તાલુકાના ગાવડકા-ચલાલા સ્ટેટ હાઇવેના નીવનીકરણ માટે રૂ.૧૦૫ લાખ મંજૂર કરાવ્યા

*અમરેલી:* અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રીશ્રી, કૌકશિકભાઈ વેકરીયા દ્વારા મતવિસ્તારના આંતરમાળખાકીય વિકાસને વેગ આપતા વધુ અમરેલી ગાવડકા-ચલાલા સ્ટેટ હાઇવેના નીવનીકરણ માટે રૂ.૧૦૫ લાખ મંજૂર કરાવ્યા છે. આ રોડ પર રિસર્ફેસિંગ કાર્યને વહીવટી મંજૂરી પ્રાપ્ત કરાવી છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાંથી પસાર થતા વાહનવ્યવહારની સરળતા માટે મળેલી રજૂઆતોને ધ્યાને લઈ માર્ગ નવીનીકરણનું કામ મંજૂર કરાવવામાં આવ્યું છે. આ માર્ગ રીસર્ફેસ થતા વાહનવ્યવહાર માટે વધુ અનુકૂળતા સર્જાશે.

આ પ્રોજેક્ટ અંતર્ગ ગાવડકા ટુ–ચલાલા (સ્ટેટ હાઇવે) માર્ગના આશરે ૦૧ કિલોમીટર વિસ્તારમાં રિસર્ફેસિંગ કરવામાં આવશે, જેના પરિણામે માર્ગની સ્થિતિ સુધરશે તેમજ ગ્રામિણ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે

Related Posts