અમરેલી એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે શહેર તેમજ જિલ્લામાં ખાસ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત જુદી-જુદી ટીમો બનાવી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી છે. જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન અનઅધિકૃત LED લાઈટ્સ: કુલ ૨૪૯ કેસોમાં રૂ. ૨,૪૯,૦૦૦, નંબર પ્લેટ વગરના વાહનો: ૧૧૨ કેસોમાં રૂ. ૧,૦૨,૯૦૦, નો પાર્કિંગ: ૧૦૦ કેસોમાં રૂ. ૫૦,૦૦૦, વધુ ઝડપ (Over speed): ૧૫૬૯ કેસોમાં રૂ. ૩૧,૩૮,૦૦૦, ઓવર ડાયમેન્શન: ૧૯૫ કેસોમાં રૂ. ૪,૧૯,૦૦૦, ઓવરલોડ વાહનો: ૧૨૭ કેસોમાં રૂ. ૧૩,૦૭,૦૦૦ દંડની વસૂલાત કરવામાં આવી છે. આમ અન્ય કુલ મળીને ૪,૨૩૬ જેટલા કેસ નોંધવામાં આવ્યા હતા અને કુલ રૂ. ૯૬,૪૫,૯૯૪નો દંડ કરવામાં આવ્યો હતો. આર.ટી.ઓ. તંત્ર દ્વારા લેવામાં આવેલ આ કડક પગલાંનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવાનો અને નાગરિકોની સુરક્ષામાં વધારો કરવાનો છે.
માર્ગ સલામતી ઝુંબેશ: અમરેલીમાં ગેરકાયદે LED લાઈટ્સ અને ઓવરલોડ વાહનો સામે RTOની કડક કાર્યવાહી
















Recent Comments