નવી ઊર્જા, નવો સંકલ્પ ને નૂતન આ દિશા મળશે,
મહેશભાઈના નેતૃત્વમાં હવે કુંડલાને નવો વેગ મળશે.
પ્રગતિના પંથે ડગ માંડી નગરનો આ નવો સૂરજ ઉગશે,
નયનાબેન ને નૂતનબેનની
જોડીથી જનસુખાકારીનો
આ બાગ ખીલશે.
–“પાંધી સર”
નવી ટીમને ખૂબ ખૂબ અભિનંદન!
આજ રોજ સાવરકુંડલા નગરપાલિકાના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા નગરપાલિકા હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ અને ગરિમામય માહોલમાં સંપન્ન થઈ હતી. ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સર્વાનુમતે સાવરકુંડલા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે શ્રીમતી નયનાબેન અતુલભાઈ કાપડીયા અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી નૂતનબેન પરાગભાઈ તન્નાની સત્તાવાર વરણી કરવામાં આવી છે.
નગરપાલિકાના વહીવટને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે અન્ય મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે, જેમાં:
કારોબારી ચેરમેન: શ્રી જીગ્નેશભાઈ પરષોત્તમભાઈ ટાંક
શાસક પક્ષના નેતા: શ્રી દિનેશભાઈ બાબુભાઈ રાઠોડ
પક્ષના દંડક: શ્રી અરવિંદભાઈ શ્યામજીભાઈ મેવાડા
આ પ્રસંગે લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નવનિયુક્ત ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “સાવરકુંડલાના સર્વાંગી વિકાસ માટે આ નવી ટીમ નવી ઊર્જા અને સંકલ્પ સાથે કામ કરશે. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા અને રોડ-રસ્તા, પાણી, લાઈટ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ વધુ મજબૂત કરવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.”
નવનિયુક્ત પ્રમુખ નયનાબેન કાપડીયા અને ઉપપ્રમુખ નૂતનબેન તન્ના સહિતની સમગ્ર ટીમે પક્ષના મોવડીમંડળ, ધારાસભ્યશ્રી અને જનતાનો આભાર વ્યક્ત કરી નગરની જનસુખાકારી માટે વરેલા રહેવાનો દ્રઢ સંકલ્પ જાહેર કર્યો હતો. વરણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ ઉપસ્થિત અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ નવી ટીમને પુષ્પગુચ્છ અર્પણ કરી, મોં મીઠું કરાવી અને ફટાકડા ફોડીને ઉત્સાહભેર વિજયોત્સવ મનાવ્યો હતો.
નવી ઉત્સાહી અને ઉર્જાવાન ટીમને ખૂબ ખૂબ અભિનંદન
















Recent Comments