અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી ખાસ મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર અગ્રગણ્ય એકમ ALFA AUTO LINK LLP AMRELI માટે ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા મિકેનીક, ટેક્નિકલ, આઈ.ટી.આઈ, ટેલી, અનુભવ ૦ થી ૩ વર્ષની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે.
આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ તા.૨૧.૦૫.૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આલ્ફા ઓટો લીન્ક (નેક્સા), લાઠી રોડ, નવનીત પેટ્રોલ પંપની બાજુમાં, અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, અનુબંધમ પોર્ટલ પર જે ઉમેદવારનું રજીસ્ટ્રેશન કરેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકશે.
આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લિંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.















Recent Comments