શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં
ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી
સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લાના નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ
પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા
પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્ટે. એ પાર્ટ ૨૭૦/૨૫
BNS ક.૩૧૬(૩), ૩૧૮(૪),૫૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઇબ્રાહીમભાઇ ઉર્ફે જંડુ
નુરમહમદભાઇ મેર રહે.નવા બંદર તા.ઉના જિ.ગીર સોમનાથ વાળો નાસતો ફરતો હોય જે બાબતે હ્યુમન
ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે તપાસ તજવીજ કરાવતા મજકુર આરોપીને તા.૨૨/૦૫/૨૦૨૬ ના રોજ
નવા બંદર તા.ઉના જી.ગીર સોમનાથ ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ જાફરાબાદ
મરીન પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- આ કામે પાંચેક માસ પહેલા ત્હો નં.(૧) યુસુફભાઇ બાબુભાઇ ગભોલની અશોક લેલન્ડ ટ્રકમાં ફરીયાદીની
સુકી મચ્છી (બુમલા) આશરે ૧૨ ટન ૮૨૫ કિલો જેની કિંમત ખર્ચ સહિત રૂ.૪૦,૩૪,૮૧૦/- ના ભરીને ટ્રકના
ડ્રાઇવર તથા તેની સાથેના ક્લિનર ત્હો નં.(૨) શબીરશા નાથુશા શાહમદાર (ફકિર) રહે.ગીર ગઢડા વાળાઓ પશ્ચિમ
બંગાળની માલદા બોર્ડર પર દિપક સરકાર નામના વેપારીને પહોંચાડવા તા.૦૫/૧૨/૨૦૨૫ ના જાફરાબાદથી
પશ્ચિમ બંગાળ જવા નીકળેલ હોય પરંતુ આ બંન્ને ત્હો.એ ફરીયાદીની સુકી મચ્છી (બુમલા) પશ્ચિમ બંગાળની
માલદા બોર્ડર પર દિપક સરકાર નામના વેપારીને નહી પહોચાડી ટ્રકમાં ભરેલ ફરીયાદીના બુમલા ક્યાંક વેચી
નાખી સગેવગે કરી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદરગારી કરી ગુન્હો કરેલ જે
ગુન્હાના કામે મજકુર આરોપીનુ નામ ખુલવા પામેલ જે કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. એ.એમ.સોલંકી તથા અના.હેઙકોન્સ.
એસ.કે.શેખ તથા આઉટ સોર્સ ડ્રાઇવર અશ્વિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ હતા.


















Recent Comments