ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.સી.પી.વાઘેલા તથા એલ.સી.બી. ઈ.ચા. પોલીસ ઇન્સ.શ્રી બી.જી.ઈશરાણી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગત રાત્રીના અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, એક સફેદ કલરની મહિન્દ્રા કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી લાઠી તરફથી અમરેલી તરફ આવે છે, જે હકિકત આધારે વોચમાં રહી ત્રણ ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, બિયર ટીન, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ, પકડાયેલ આરોપીઓ તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીઓ:*-
(૧) ગોપાલ મુકેશભાઈ ગેડીયા, ઉ.વ.૨૯, રહે.સુરત, મકાન નં.૭૮, સરદારનગર સોસાયટી, કોસાડ સર્કલ, અમરોલી, સુરત શહેર મુળ રહે.ભાવનગર, વડવા ચાવડી ગેઇટ, ફાસરીયા વાળી શેરી નં.૭, જિ.ભાવનગર.
(૨) હર્ષદ ઉર્ફે વિપુલ ખંડુભાઈ સોલંકી, ઉ.વ.૪૨, રહે.વાંસદા, હનુમાનબારી, ચાર રસ્તા ફળીયું, તા.વાંસદા, જિ.નવસારી.
(૩) ગૌરાંગ ઉર્ફે ગવો નરેન્દ્રભાઈ ભુવા, ઉ.વ.૨૫, રહે.સુરત, યોગીચોક વિસ્તાર, સરદારનગર ચોક, મુળ રહે. અમરેલી, જેસીંગપરા, શેરી નં.૩, રંગપર રોડ, ક્રિષ્ના ચોક તા.જિ.અમરેલી.
*પકડવાના બાકી આરોપી:*-
(૧) પહુભાઇ
*પકડાયેલ મુદ્દામાલઃ*-
(૧) રોયલ ચેલેન્જ, ફાઇનેસ્ટ પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની દમણ બનાવટની બોટલો નંગ-૩૩૬ કિ.રૂ.૫૭, ૪૫૬/-
(૨) સ્ટર્લિંગ, રિઝર્વ બી૭ રેર બ્લેન્ડેડ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ગોવા બનાવટની બોટલો નંગ-૫૭૬ डि.३.५१,८४०/-
(૩) આઇકોનિક, વ્હાઇટ ફાઇનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેઇન વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની મહારાષ્ટ્ર બનાવટની બોટલો નંગ – ૨૮૮, કિ.રૂ.૨૪,૪૮૦/- કુલ બોટલ નંગ- ૧૨૦૦ જેની કિ.રૂ.૧,૩૩,૭૭૬/-
(૪) કિંગફિશર, સ્ટ્રોન્ગ પ્રીમિયમ બીયરના ૫૦૦ એમ.એલ.ના દમણ બનાવટના ટીન નંગ २३७, કિ.રૂ.૨૯,૬૨૫/- મળી કુલ બોટલ તથા ટીનની કિ.રૂ.૧,૬૩,૪૦૧/-
(૫) મોબાઇલ ફોન નંગ – ૩ કિ.રૂ.૨૫,૦૦૦/-
(૬) એક મહિન્દ્ર ફોર વ્હીલકાર રજી.નંબર જી.જે.૦૩. એન.પી. ૨૧૫૬ કિ.રૂ.૬,૦૦,૦૦૦/- -મળી કુલ કિ.રૂ.૭,૮૮,૪૦૧/- ના મુદ્દામાલ.
*કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફ*:-
*આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા તથા એલ.સી.બી. ઇ.ચા. પોલીસ ઇન્સ બી.જી.ઈશરાણી તથા પો.સ.ઇ. જે.ડી.વાઘેલા તથા પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. રાહુલભાઈ ચાવડા, કનાભાઈ સાંખટ તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, મહેશભાઇ મુંધવા, રાહુલભાઈ ઢાપા તથા પો.કોન્સ. રમેશભાઈ સીસારા, પરાક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે*


















Recent Comments