દામનગર શહેર ના આઠનાળા તરીકે ઓળખાતે રેલવે બ્રિજ સમાંતર બેઠા કોઝવે ઉપર બનતા ૯૦ લાખ ના ખર્ચે આઠ નાળા ના કામ નબળી ગુણવત્તા નું થતું હોવા ની વાત સાથે ભાજપ શાસિત પાલિકા ના સદસ્યો એ કામ બંધ કરવા એજન્સી ને રૂકજાવ નો આદેશ પ્રજા ના કર માંથી બનતા પ્રાથમિક સુવિધા ના વિકાસ કામો માં ઘણી વખત ભારે અસમંજસ ઉભી થતી હોય છે દામનગર શહેર ની “ડ” વર્ગ ધરાવતી નગરપાલિકા ના ભાજપ શાસિત નગર પાલિકા ના ગત બોર્ડ દ્વારા રૂપિયા નેવું લાખ ના ખર્ચે બેઠા કોઝવે ઉપર પુલ નું કામ ચાલી રહ્યું છે આ કામ કરતી એજન્સી અને પાલિકા વચ્ચે થયેલ એગ્રીમેન્ટ ની શરતો ટર્મ કન્ડિશન માલસામાન બધું નક્કી કરી ને શહેરી વિકાસ વિભાગ ની તાંત્રિક વહીવટી અને સિદ્ધાંતિક મંજૂરી ઓ બાદ કામ આપ્યું હોય છે પણ કામ નબળું થતું હોવા નો રાગ પાલિકા ના સત્તાધીશો માંથી જ ઉઠી રહ્યો છે ત્યારે સવાલ એ છે કે કામ નબળું થતું હોવા નો ગણગણાટ પ્રજા માંથી નહિ પણ પદા અધિકારી ઓમાં થી ઉઠી રહ્યો છે આ અંગે પ્રાદેશિક કમિશનર કચેરી થી સ્થળ તપાસ કરી માલસામાન ના નમૂના મેળવી પરીક્ષણ માં મોકલવા જરૂરી છે થયેલ કામ નું લેબ પરીક્ષણ ગેરી મારફતે કરી પછી કામ કરતી એજન્સી ને બિલ ચૂકવવા ની બુલંદ માંગ સાથે પાલિકા ના સત્તાધીશો જ મેદાને છે ત્યારે વહીવટી તંત્ર એ કામ સ્થળે વિજીટ કરી નમુમાં મેળવી પરીક્ષણ કરી પુલ નું કામ ગુણવત્તા યુક્ત બને તેવી સ્થાનિક કક્ષા એથી અનેક અગ્રણી ઓએ માંગ કરી છે
“સાચું હોય તો શરમ જનક” દામનગર ભાજપ શાસિત પાલિકા ના ગત બોર્ડ દ્વારા અપાયેલ કામ જ નબળું થતું હોવા ની નવા બનેલ ની બોર્ડ ની રાવ “ખાતો નથી અને ખાવા દેતો નથી” જેવો ઘાટ













Recent Comments