અમરેલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે એક મહત્વપૂર્ણ અને લાભદાયી યોજના અંતર્ગત ચાલુ વર્ષે કપાસ નિદર્શન તેમજ મગફળી, સોયાબીન અને બાજરાના પાક નિદર્શનો માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ છે.
આ યોજના હેઠળ પસંદ થયેલા ખેડૂતોને સરકારના નિયમોનુસાર સબસિડી પાત્ર બિયારણ તેમજ ખેતી ઉપયોગી ઇનપુટ કીટનો સીધો લાભ મળવાપાત્ર થશે. ખેતીમાં આધુનિક પદ્ધતિઓ અને ગુણવત્તાયુક્ત બિયારણનો વ્યાપ વધે તે હેતુથી આ સહાય જાહેર કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાનું ડિજિટલ i-Khedut પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પોર્ટલ હવે માત્ર બે દિવસ માટે જ શરૂ રહેશે. જે ખેડૂતોએ હજુ સુધી પોતાના ફોર્મ સબમિટ નથી કર્યા, તેઓ આગામી બે દિવસ સુધીમાં કોઈપણ વિલંબ વગર ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે. આ સમયમર્યાદા બાદ પોર્ટલ બંધ થઈ જશે, જેથી તાલુકાના કોઈ પણ પ્રગતિશીલ ખેડૂત આ સરકારી સબસિડી અને મફત નિદર્શન કીટના લાભથી વંચિત ન રહી જાય તેની ખાસ નોંધ લેવા ખેતી તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી આર.એમ.શેખવાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.









Recent Comments