બોટાદ: શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય સાધીને શ્રી સ્વામિનારાયણ કલ્પતરું પ્રતિષ્ઠાનમ (શ્રી ગંગાબા જ્ઞાનમંદિર), મોટી કુંડળ, તા. ગઢડા, જી. બોટાદ શાળા એ એક નવો ઈતિહાસ રચ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે ખાસ ‘Humanoid Iris’ ટીચિંગ રોબોટ લાવવામાં આવ્યો છે. આ રોબોટ બાળકોના અભ્યાસને વધુ રસપ્રદ, આધુનિક અને ડિજિટલ બનાવશે.
આ રોબોટ શું કામ કરશે અને કઈ રીતે ભણાવશે?
ખરા અર્થમાં ઇન્ટરેક્ટિવ લર્નિંગ: ‘આઈરિસ’ (Iris) માત્ર એક રોબોટ નથી, પણ બાળકોનો નવો સ્માર્ટ મિત્ર છે. તે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી શકશે અને તેમના પ્રશ્નોના તુરંત જવાબો આપશે.
અઘરા વિષયો બનશે સરળ: વિજ્ઞાન, ગણિત અને જનરલ નોલેજ જેવા વિષયોને તે મનોરંજક એનિમેશન, અવાજ અને હાથના હાવભાવ (Gestures) દ્વારા પ્રેક્ટિકલ રીતે સમજાવશે.
બહુભાષીય જ્ઞાન: આ રોબોટ અલગ-અલગ ભાષાઓમાં ભણાવવાની ક્ષમતા ધરાવે છે, જેથી બાળકો વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવી શકશે.
પર્સનલાઈઝ્ડ લર્નિંગ: દરેક બાળકની શીખવાની ક્ષમતા મુજબ તે શિક્ષણ આપી શકશે, જેનાથી નબળા વિદ્યાર્થીઓને પણ ઘણો ફાયદો થશે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મુખ્ય આકર્ષણ:
પરંપરાગત ગોખણપટ્ટીવાળા શિક્ષણના બદલે હવે બાળકો ભવિષ્યની ટેકનોલોજી અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ને નજર સામે લાઈવ જોશે અને અનુભવશે. આનાથી બાળકોમાં વિજ્ઞાન અને સંશોધન પ્રત્યે ભારે જિજ્ઞાસા અને આકર્ષણ ઊભું થશે.
શાળા પ્રશાસનનો સંદેશ:
“શાળા નો હેતુ ગ્રામીણ અને પ્રાદેશિક સ્તરના બાળકોને પણ મેટ્રો સિટી અને વિદેશ જેવું વૈશ્વિક સ્તરનું હાઈટેક શિક્ષણ આપવાનો છે. ગુજરાતમાં આ અનોખો પ્રયોગ કરનાર શાળા પ્રથમ બની છે, જે ખરેખર ગર્વ લેવા જેવું છે.”




















Recent Comments