અમરેલી

કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીમાં રૂ. ૧૭ કરોડના ખર્ચે તૈયાર થનાર આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત

અમરેલી શહેરમાં અંદાજિત રૂ. ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાંત કચેરીમામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રીશ્રીકૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવી કચેરીઓ કાર્યરત બન્યા બાદ શહેરીગ્રામ્ય તથા જિલ્લાના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે અને એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.

વર્તમાન સમયમાં વિવિધ વહીવટી સેવાઓ માટે નાગરિકોને અલગ-અલગ કચેરીઓમાં જવું પડતું હોય છેજેના કારણે સમય અને શ્રમનો વ્યય થતો હોય છે. નવા સંયુક્ત વહીવટી સંકુલના નિર્માણથી જમીન દસ્તાવેજોની નોંધણીઆવક-જાતિ સહિતના પ્રમાણપત્રોમહેસૂલ સંબંધિત અરજીઓજમીન રેકોર્ડ અને અન્ય વહીવટી કામગીરી માટે નાગરિકોને એક જ સ્થળે સુવિધા પ્રાપ્ત થશે.

આ સુવિધાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોખેડૂતોવકીલોઅરજદારો અને વિવિધ સેવાઓ માટે આવતા નાગરિકોને કચેરીઓ વચ્ચે ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. વિવિધ વિભાગોની સેવાઓ નજીકમાં ઉપલબ્ધ બનતાં કામગીરી વધુ ઝડપીસરળ અને પારદર્શક બનશે.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર નાગરિકોને વધુ સુલભઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. વિવિધ વહીવટી સેવાઓને એક જ સ્થળે કેન્દ્રિત કરવાથી નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે અને સરકાર તમારા દ્વારેની ભાવનાને વધુ બળ મળશે.

આધુનિક સંયુક્ત વહીવટી સંકુલના નિર્માણથી અમરેલી જિલ્લામાં વહીવટી સેવાઓના માળખામાં ગુણાત્મક સુધારો થશે તેમજ નાગરિક કેન્દ્રિત સુશાસનના લક્ષ્યને વધુ મજબૂતી મળશે. 

નવા સંકુલમાં નાગરિકલક્ષી અભિગમને કેન્દ્રમાં રાખીને પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગપાર્કિંગ શેડહરિયાળું ગાર્ડનઆધુનિક અગ્નિશમન વ્યવસ્થા તેમજ સુવ્યવસ્થિત પરિસર જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. પર્યાવરણલક્ષી માળખાકીય સુવિધાઓ સાથે આ સંકુલ ભવિષ્યલક્ષી અને આધુનિક વહીવટી કેન્દ્ર તરીકે વિકસશે.

આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રીવૈશાલી બહેન માંગરોળીયાઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટનગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાયપ્રાંત અધિકારીશ્રી અમરેલીમહેશ નાકિયામામલતદારશ્રી ગ્રામ્યસબ રજિસ્ટ્રારશ્રી અમરેલીઅગ્રણી સર્વેશ્રીઅતુલભાઈ કાનાણીમયૂરભાઈ માંજરિયાવિજયભાઈ ચોટલીયાનગરપાલિકાના સભ્યશ્રીઓનિર્માણ થનારી કચેરીઓના અધિકારીશ્રીઓકર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts