અમરેલી

અમરેલી જિલ્લાના વિકાસગાથા વર્ણવતી પ્રગતિપથયાત્રા યોજાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રમાં ૧૨ વર્ષના સુશાસન પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જનકલ્યાણના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રગતિપથ યાત્રા દ્વારા મહાનુભાવો જિલ્લાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરધાર્મિકપ્રવાસન અને સામાજિક સ્થળોની મુલાકાત કરશે અને અમરેલી જિલ્લાની વિકાસયાત્રાના સાક્ષી બનશે.

આ વિકાસયાત્રા માટે સૂચિત સ્થળોમાં અમરેલીનું સુપ્રસિદ્ધ યાત્રા સ્થળ ભૂરખિયા હનુમાનકલાપી મ્યુઝિયમએપીએમસી અમરેલીઅટલ સરોવર સાવરકુંડલામારુતિધામ તળાવ રાજુલાવાદળિયા એમ.આઇ.એસ ખાંભાધારી વિશ્રામગૃહધારી ખોડિયાર મંદિર તેમજ ડેમઆંબરડી સફારી પાર્કઅમરેલી રાજમહેલ અને ટાવર ઉપરાંતના સૂચિત સ્થળોનો સમાવેશ થશે.

આ પ્રગતિપથયાત્રામાં રાજ્યસરકારના મંત્રીશ્રીઓજિલ્લાના પદાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો જોડાશે. બે તબક્કામાં યોજાનારી યાત્રાના બીજા તબક્કામાં જિલ્લાના પ્રબુદ્ધજનોસંતોનાગરિકો અને વિદ્યાર્થીઓને જોડવામાં આવશે. આ યાત્રાની તારીખો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

Related Posts