ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી નગરપાલિકા હસ્તકના રૂ. કુલ રૂ. ૩૮૫.૪૮ લાખના વિકાસ વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત મંગળવારે પોલીસ હેડક્વાર્ટર અમરેલી ખાતે થયું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્ધોધન કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લા કલેક્ટરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, ટીમ અમરેલી નગરપાલિકાને વિકાસકાર્યોના સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અમરેલી જિલ્લાની વિકાસયાત્રા તેજગતિથી આગળ વધી રહી છે. જિલ્લામાં આયોજનબદ્ધ વિકાસકાર્યોની હારમાળા સર્જવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, રમતગમત જીવનનો અભિનન્ન અંગ છે. અમરેલી જિલ્લાના યુવાનો માટે પોલીસ હેડક્વાર્ટરમાં એક સુંદર ક્રિકેટ મેદાન બનાવવાની નેમ છે. આગમી ટૂંક સમયમાં અમરેલીના લાલાવદર ખાતે અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવશે. ડી.એમ.એફની ગ્રાન્ટમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્રના અદ્યતન માર્કેટીંગ યાર્ડ, અમરેલી માટે રૂ. ૫ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે રમતગમતની સુવિધાની માંગ હતી તે પણ પૂર્ણ કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને અમરેલીમાં કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યકક્ષાની સુવિધાઓ વિકસાવવાની નેમ છે. અમરેલીના યુવાનો માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યાધુનિક ક્રિકેટ મેદાન પણ તૈયાર કરવાનું આયોજન છે.
આ ખાતમુહૂર્તમાં ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત અમરેલી શહેરમાં અલગ અલગ વોર્ડમાં આવેલ ૨૧ આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ દીવાલની કામગીરી અંદાજિત રૂ. ૩૪.૭૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ રમતગમત સંકુલમાં બેડમિન્ટન કોર્ટ (ઇન્ડોર ડોમ), પીકલ બૉલ કોર્ટ, ટેનિસ કોર્ટ, બોક્સ ક્રિકેટ કોર્ટ, ક્રિકેટ પિચ અને વોલીબોલ કોર્ટ જેવી આધુનિક રમતગમત સુવિધાઓના વિકાસકાર્યો રૂ. ૩૦૬.૩૭ લાખના ખર્તે તૈયાર થશે. તદુપરાંત, જેશિંગપરા વિસ્તારના સલાટ વિસ્તારને જોડતા માર્ગ પર કલ્વર્ટના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેના માટે અંદાજિત રૂ. ૨૪.૫૮ લાખનો ખર્ચ કરવામાં આવશે. કેરીયા રોડ પર ભોજલપરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના રસોડા માટે આશરે રૂ. ૩.૯૭ લાખ અને પોલીસ હેડક્વાર્ટર ખાતે ટોઈલેટ બ્લોક માટે આશરે રૂ. ૧૨.૩૯ લાખનો ખર્ચે કરવામાં આવશે.
કાર્યક્રમના પ્રારંભે આધુનિક અમરેલીના પ્રણેતા અને માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેનશ્રી પી.પી. સોજિત્રા, અમરેલી જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાતે પ્રાસંગિક ઉદ્ધોધન કર્યુ હતું. મંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે ટીમ અમરેલી નગરપાલિકા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટ, અમરેલી નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાઠોડ, અમરેલી નગરપાલિકાના વિવિધ વોર્ડના સદસ્યો, અગ્રણીશ્રી પી.પી. સોજિત્રા, શ્રી, મયૂરભાઈ માંજરિયા, શ્રી રાજુભાઈ ભૂતૈયા, શ્રી,મેહુલભાઈ લાખાણી, શ્રી, વિજયભાઈ ચોટલીયા, શ્રી બ્રિજેશભાઈ કુરૂંદલે, પોલીસ અને પાલિકાના અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments