કપરા ચડાણ જિંદગીના
હસતાં સર થઈ ગયા,
તમે મળ્યા ને ઘર અમારા
નંદનવન થઈ ગયા.
બાકી સફર પણ પ્રેમમાં
આમ જ વીતી જશે,
સાથે વિતાવેલા એ વર્ષો
હવે ચંદન થઈ ગયા.
–“પાંધી સર”
જીવનની દરેક કસોટીઓમાં ખભેખભા મિલાવીને સાથે ઊભા રહેવું એ જ સાચા પ્રેમ અને સમર્પણની વ્યાખ્યા છે. આજે એવા જ ત્યાગ અને મમતાની મૂર્તિ સમાન, બિપીનભાઈ પાંધીના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રિકાબેન પાંધીનો જન્મદિવસ છે.
જિંદગીની અઘરી અને અણમોલ પળોમાં જેમણે સાથ નિભાવ્યો છે, અને જીવનના કપરા ચડાણોને જેમના સહયોગથી સરળતાથી સર કરી શકાયા છે, તેવા ચંદ્રિકાબેનને આજે આખો પરિવાર આદર પાઠવી રહ્યો છે. ઘરને માત્ર ચાર દીવાલો નહીં, પણ પોતાના અનેક ભોગો આપીને એક હર્યું-ભર્યું ‘નંદનવન’ બનાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.
આ સુખદ અવસરે બિપીનભાઈ પાંધી હૃદયપૂર્વક પ્રાર્થના કરતા જણાવે છે કે, જેમ ભૂતકાળના તમામ વર્ષો પ્રેમ અને સાથ-સહકારમાં વીત્યા છે, બસ તેમ જ જીવનનો બાકીનો શેષ સમય પણ પરસ્પરના સાનિધ્યમાં હસતાં-હસતાં પસાર થઈ જાય. તેવી સુપુત્ર પ્રિયંકભાઈ પુત્રવધૂ રશ્મિતાબેન, પૌત્રી લાડકડી ધાર્વિ, સુપુત્રી ડિમ્પલબેન, જમાઈરાજ જતીનભાઈ, દોહિત્રી જૈનીબેન, દિયર મુકેશભાઈ, દેરાણી આશાબેન, નણંદ સોનિયા, રુપા, આરતી, નણદોઈ મુકેશકુમાર , પંકજકુમાર, ધર્મેશકુમાર સમેત પાંધી પરિવારના તમામ સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા સમક્ષ તેમના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સદાય પ્રફુલ્લિત રાખે એવી જ ઈશ્વર ચરણોમાં પ્રાર્થના કરે છે. સાથે સાથે
જન્મદિવસની અનંત શુભકામનાઓ!


















Recent Comments