દેશ અને પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં મરણ પામનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે. ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ રહી છે.
તાજેતરમાં દેશમાં અને આપણાં પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થવાં પામ્યા છે, જેઓને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે, આ સાથે શ્રી ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત રૂપિયા ૧૫,૦૦૦ લેખે સંવેદના સહાય પણ અર્પણ કરવામાં આવી રહી છે.
અલગ અલગ દુર્ઘટનાઓમાં વિશાખાપટ્ટણમાં લોખંડના કારખાનામાં દાઝી જતાં ૮ વ્યક્તિ, પાદરા નજીક વાહન અકસ્માતમાં અંપાડ ગામની ૪ વ્યક્તિ, રાજસ્થાનમાં જયપુરમાં ખોનાગોરિયા વિસ્તારમાં ફટાકડાના કારખાનામાં આગ લાગતાં ૩ વ્યક્તિ, ભાવનગર અમદાવાદ માર્ગ પર સનેસ નજીક વાહન અકસ્માતમાં ભાવનગરનો ૧ યુવાન, વડોદરા અમદાવાદ ધોરીમાર્ગ પર વાહન અથડાતા આગમાં મહુવા પાસેના ગામની વતની ૧ વ્યક્તિ અને રાજકોટ અમદાવાદ ધોરીમાર્ગ પર કુચિયાદળ પાસે રામપર ગામે વાહન અકસ્માતમાં કારખાનામાં કામ કરતી ચોટિલા પાસેના મોલડી ગામની ૪ મહિલા શ્રમજીવીઓ મળી ૨૧ વ્યક્તિઓ અકાળ મરણ પામેલ છે.
ગુજરાત સહિત દેશમાં અલગ અલગ અકસ્માતોમાં આમ કુલ ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ રહી છે.


















Recent Comments