સ્વ. રામભાઈ દુલાભાઈ કાગની ૨૮મી પુણ્યતિથિ નિમિત્તે કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એચસીજી હોસ્પિટલ્સ, ભાવનગરના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આરોગ્યલક્ષી કેમ્પ તા. ૨૫ જૂન ૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી આહિર જ્ઞાતીની વાડી, બાબરીયાધાર ગામ, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી ખાતે યોજાશે.
આ કેમ્પમાં એચસીજી હોસ્પિટલના વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ન્યુરોસર્જરી, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, ENT તેમજ જનરલ મેડિસિન ક્ષેત્રના અનુભવી ડૉક્ટરો હાજર રહેશે.
કેમ્પ દરમિયાન RBS બ્લડ ટેસ્ટ, CBCS પ્રાથમિક તપાસ, હૃદયની તપાસ (ECG), ડાયાબિટીસ તથા થાયરોઈડ સંબંધિત પ્રાથમિક તપાસો મફત કરવામાં આવશે.તબીબોને સચોટ નિદાન કરવામાં સરળતા રહે તે હેતુથી દર્દીઓએ અગાઉ અન્ય જગ્યાએ બતાવ્યું હોય તો તે જૂના રિપોર્ટ અને ફાઈલ અચૂક સાથે લાવવા જણાવાયું છે.
ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી આયોજિત આ કેમ્પમાં વિસ્તારના નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં લાભ લેવા કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ વતી ઈશભાઈ કાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

















Recent Comments