અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં “ફિનિશિંગ સ્કૂલ-લાઈફ સ્કીલ” તાલીમ વર્ગનો ભવ્ય પ્રારંભ

​શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત સાવરકુંડલા સ્થિત વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજે તારીખ ૧૮ જૂન ૨૦૨૬, ગુરુવારના રોજ કોલેજના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે “ફિનિશિંગ સ્કૂલ-લાઈફ સ્કીલ” તાલીમ વર્ગનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.

​રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના કેસીજી (Knowledge Consortium of Gujarat) – અમદાવાદ અંતર્ગત દર વર્ષે યોજાતા આ પ્રકલ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સોફ્ટ સ્કીલ્સ, લાઈફ સ્કીલ્સ અને રોજગારલક્ષી કૌશલ્યોનો (Employability Skills) વિકાસ કરવાનો છે, જેથી તેઓ ભવિષ્યના પડકારો સામે મજબૂતાઈથી ઊભા રહી શકે.

​આ વર્ષે પણ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ.સી. રવિયા સાહેબના સતત પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ તેમજ અંગ્રેજી વિભાગના અધ્યાપક અને કાર્યક્રમના સંકલનકર્તા ડૉ. હાર્દિક ઉદ્દેશી સાહેબના સબળ સંકલનથી આ વિશેષ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

​તજજ્ઞ ટ્રેનર દ્વારા માર્ગદર્શન

આ તાલીમ વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન અને માર્ગદર્શન આપવા માટે KCG અને H.K. ફિનિશિંગ સ્કૂલના મુખ્ય ટ્રેઈનર શ્રી અશ્વિનકુમાર જોષી ખાસ મહેસાણાથી સાવરકુંડલા ખાતે ઉપસ્થિત રહ્યા છે. તેઓ આગામી દિવસોમાં આર્ટસ અને કોમર્સ બંને વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને “Life Skill and Employability Skill” જેવા મહત્વના વિષયો પર સઘન તાલીમ પૂરી પાડશે. આ વર્ગોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને તેમના વ્યક્તિત્વનો વિકાસ થશે, જે તેમને કારકિર્દી ઘડતરમાં ખૂબ ઉપયોગી નીવડશે.

​તાલીમ વર્ગના પ્રથમ દિવસે જ કોલેજના યુવા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

Related Posts