ભાવનગર

ળાજા: કુંઢેલી પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી

અસહ્ય ઉકળાટ  અને બફર બાદ આજે બપોર બાદ 3:00 વાગ્યાના સુમારે વરસાદના અમીછાંટણા કુંઢેલી પંથકમાં થયા હતા.

થોડા મોડા સમય પછી પણ ગરગડાટ અને પવનના જોર સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વૃક્ષોએ મન ભરીને નાહી લીધું હતું. લોકો ઉત્સાહિત થયા હતા.

ઓણ સાલની મોસમના પહેલા વરસાદના અમીછાંટણાને પ્રકૃતિએ વધાવી લીધા હતા અને હવે વધુ વરસાદ આવશે અને રૂડી વાવણીઓ થશે તેવી ખેડૂત વર્ગ આશાભરી મીટ માંડીને બેઠો છે.

આજના આ સાધારણ વરસાદના છાંટા આજુબાજુના ગામોમાં પણ વરસ્યા હોવાના વાવડ છે.

Related Posts