અમરેલી

અમરેલી શહેર ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

સમગ્ર વિશ્વમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનોવિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓવિદ્યાર્થીઓવરિષ્ઠ નાગરિકો તેમજ યોગપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન કોલકત્તા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે પણ અમરેલીનો કાર્યક્રમ જોડાયો હતો. ગુજરાત રાજ્યયોગ બોર્ડના અમરેલી જિલ્લાના કોર્ડિનેટરશ્રી સાગર મહેતા અને યોગ શિક્ષકોની ટીમે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિતિ યોગઅભ્યાસુઓને યોગ અભ્યાસ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજજિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજાપોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સહિત જિલ્લાના અધિકારીશ્રીઓએ યોગઅભ્યાસ કર્યો હતો. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૩૨૦૦થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર યોગ કરી સ્વસ્થ જીવનશૈલી માટે સંકલ્પ લીધો હતો.

આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ” એટલે કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” રાખવામાં આવી છે. વધતી ઉંમર સાથે શરીર અને મનને તંદુરસ્તસક્રિય અને સંતુલિત રાખવામાં યોગનું મહત્વ વિશેષ છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છેસ્નાયુઓ અને સાંધાઓ મજબૂત બને છેશ્વસનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે તેમજ માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે.

યોગ દ્વારા તણાવચિંતા અને થાકમાં રાહત મળે છે. પ્રાણાયામ અને ધ્યાનથી એકાગ્રતા વધે છેઊંઘની ગુણવત્તા સુધરે છે તથા જીવનશૈલી સંબંધિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં પણ સહાય મળે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે યોગ દૈનિક જીવનમાં સ્વાવલંબનસ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ જાળવવાનું અસરકારક માધ્યમ છે.

યોગાભ્યાસ દરમિયાન તાલીમબદ્ધ યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનોપ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થસક્રિય અને સુખમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળીયાશ્રી અતુલભાઈ કાનાણીશ્રી મયૂરભાઈ માંજરીયાશ્રી વિજયભાઈ ચોટલીયાપ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયાજિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલનાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલયુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમારપ્રાંત યુવા અધિકાશ્રી કુરેશીજિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફૂમકીયાસહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને શહેરીજનોવિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણીવિદ્યાર્થીઓવિવિધ સંસ્થાઓના યોગઅભ્યાસુઓ જોડાયા હતા.

Related Posts