રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના સિદસર-શામપરા
મોડલ સ્કૂલ ખાતે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરશોત્તમભાઈ સોલંકીએ
નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓ સાથે આત્મીય અને વાત્સલ્યસભર સંવાદ સાધી તેમના શૈક્ષણિક
જીવનના નવા પ્રારંભને હર્ષભેર આવકાર્યો હતો. મંત્રીશ્રીએ બાળકો સાથે હળવી વાતચીત કરી તેમની
રૂચિઓ, સપનાઓ અને અભ્યાસ પ્રત્યેની ઉત્સુકતા વિશે જાણકારી મેળવી હતી તેમજ નિયમિત અભ્યાસ,
સારા સંસ્કારો અને ઉચ્ચ લક્ષ્યાંકો સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે તમામ બાળકોને ઉજ્જવળ
ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
નાના ભૂલકાઓ સાથે મંત્રી પરશોત્તમભાઈ સોલંકીનો વાત્સલ્યસભર સંવાદ; ઉજ્જવળ ભવિષ્ય માટે પાઠવી શુભકામનાઓ

















Recent Comments