ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએની સૂચના અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા અને અન્ય જિલ્લા/બહારના રાજયમાંથી આવતા મજૂરો/કારિગરોની માહિતી વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહે તે હેતુસર“અમરેલી સુરક્ષા કવચ”નામની ડિજિટલ એપ્લિકેશન અમલમાં મૂકવામાં આવી છે.
આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ અન્ય જિલ્લા/બહારના રાજયમાંથી કામ કરવા આવતા મજૂરો/કારીગરોની નોંધણી અને માહિતી ડિજિટલી સંકલિત કરવાનો છે. જેથી, સંભવિત ગુનાઓને અટકાવવામાં તેમજ કોઈ ગુનાહિત ઘટના બને તો ઝડપી તપાસમાં સહાય પ્રાપ્ત થાય.
“અમરેલી સુરક્ષા કવચ”એપ્લિકેશન અંગે તા.૨૭-૦૬-૨૦૨૬ ના રોજ અમરેલી શહેર પો.સ્ટે.ના સંકુલ ચોકડી, અમરેલી રૂરલ પો.સ્ટે.ના નાના ભંડારીયા, લાઠી પો.સ્ટે.ના મતીરાળા, લીલીયા પો.સ્ટે.ના એકલેરા, દામનગર પો.સ્ટે.ના આંબરડી, બાબરા પો.સ્ટે.ના ખાખરીયા, બગસરા પો.સ્ટે.ના શાપર, વડીયા પો.સ્ટે.ના તોરી, સાવરકુંડલા ટા.પો.સ્ટે.ના શક્તિ એન્જીનિયરીંગ, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના બાઢડા, વંડા પો.સ્ટે.ના મોટા ભમોદ્રા, ચલાલા પો.સ્ટે.ના ધારગણી, ધારી પો.સ્ટે.ના ત્રંબકપુર, ખાંભા પો.સ્ટે.ના ઇંગોરાળા, રાજુલા પો.સ્ટે.ના વાવડી અને ખાખબાઇ, પીપાવાવ પો.સ્ટે.ના કોવાયા, નાગેશ્રી પો.સ્ટે.ના કોળી કંથારીયા, જાફરાબાદ ટા.પો.સ્ટે.ના વઢેરા, જાફરાબાદ મરીન પો.સ્ટે.નાં જાફરાબાદ સામાકાંઠા, ડુંગર પો.સ્ટે.નાં દાતરડી ગામે કુલ-૨૦૦૦ જેટલા મજૂર/કારીગરોને માર્ગદર્રશન આપવમાં આવ્યુ તથા સ્થળ પર જ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. જેમાં નીચેની માહિતી ઓનલાઇન અપલોડ કરવામાં આવે છે.

માલીકની વિગતો અને ડોક્યુમેન્ટ્સ

મજૂરોની વિગતો જેવીકે આગાવ ક્યાં કામ કરતા હતા? કોના રેફરેન્સથી કામ કરવા આવ્યાં?

મૂળ વતન અને ત્યાંનું પોલીસ સ્ટેશન

મજુરના પરિવારની વિગતો અને તેના ડોક્યુમેન્ટ્સ

મજુરના ડોક્યુમેન્ટ્સ જેવાકે આધારકાર્ડ, વાહનની વિગત અને બેંકની વિગતો

મજુરનું હાલનું સરનામું અને ડોક્યુમેન્ટ્સ

હાલના મજુરના અને અગાવ કામ કરેલ મજુરની તમામ વિગતો
ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓ દ્રારા ચલાલા પો.સ્ટે.ના ધારગણી ગામે હાજર રહી રાજકીય આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ એસોશિએશનનાં હોદેદારો, નાગરીકો, તથા મજૂર/કારીગરો સાથે“અમરેલી સુરક્ષા કવચ” એપ્લીકેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ.
આ ઉપરાંત, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓ દ્રારા એપ્લીકેશનનું મહત્વ, સીસીટીવી કેમેરા લગાડવા અંગેનું મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી. અમરેલી જીલ્લા પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે. જે જિલ્લાની જનતા, ખેડૂતો અને ઉદ્યોગકારોમાં વિશ્વાસ અને સલામતીની ભાવના વધુ મજબૂત બનાવશે. અમરેલી જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકો, ખેડૂત ભાઈઓ અને સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે, પોલીસ દ્વારા જયારે તેમનો સંપર્ક કરવામાં આવે ત્યારે, પોતાના વિસ્તારમાં કામ કરતા મજૂરો/કારીગરોની માહિતી એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.


















Recent Comments