તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલ શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ બાલવાટિકા અને ધોરણ નવમાં પ્રવેશપાત્ર 304 વિદ્યાર્થીઓનો અનોખી રીતે પ્રવેશોત્સવ અને પરિચય પ્રવાસ ઉજવવામાં આવ્યો. શાળામાં નવા પ્રવેશ પામેલ બાળકો અને અન્ય બાળકોને પવિત્ર યાત્રાધામ ગોપનાથ અને મસ્તરામ ધારાના પરિસરમાં અને પવિત્ર વાતાવરણમાં શિક્ષણ અને સંસ્કૃતિનું મહત્વ સમજાવી પ્રકૃતિ સાથે તાદાત્મ સાધી શિક્ષણની નવી સફર શરૂ કરવા માર્ગદર્શન આપવામાં આવેલ.
શાળામાં અભ્યાસ કરતા KG થી ધોરણ 12 (સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ) સુધીના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પરિચય પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ મસ્તરામધારાના હરિયાળા કુદરતી વાતાવરણમાં વિવિધ ટીમ ગેમ્સ, પરિચય પ્રવૃત્તિઓ અને મનોરંજક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ત્યારબાદ ગોપનાથના દરિયાકિનારે પહોંચીને ઠંડો પવન, મનમોહક દરિયાઈ દૃશ્યો અને કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો. દરિયાકિનારે આનંદમય ક્ષણો, ફોટોગ્રાફી અને મિત્રોની સાથે યાદગાર સમય પસાર કર્યો તેમજ ગોપનાથ મહાદેવના દર્શન પણ કર્યા.. સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં મિત્રતા, સહકાર, આત્મવિશ્વાસ અને નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થયો.
પ્રવાસ દરમિયાન ભોજન, સુરક્ષા અને આરોગ્યની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ આનંદમય અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો. વિદ્યાર્થીઓએ આ એક દિવસીય પ્રવાસને જીવનની યાદગાર અને આનંદદાયક સફર તરીકે વર્ણવ્યો.


















Recent Comments