અમરેલી

સાવરકુંડલામાં ગૌશાળા શેડનું ભૂમિપૂજન

સાવરકુંડલા ખાતે દેવળા ગેટ વિસ્તારમાં કાર્યરત શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નેસડી રોડ, મેલડીધામ પાસે આવેલી ગૌશાળામાં અંધ, અપંગ અને બિનવારસી ગૌવંશના આશ્રય માટે નવા શેડનું ભૂમિપૂજન રવિવારે ભક્તિસભર માહોલમાં યોજાયું હતું.

​વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ, દાતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ, અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે ૧૫૦ ફૂટ × ૫૦ ફૂટના વિશાળ શેડનું નિર્માણ કરવામાં આવશે. આ નવો શેડ તૈયાર થવાથી હાલ સંસ્થામાં આશ્રિત અંદાજે ૧૫૦ જેટલા અંધ અને નિરાધાર ગૌવંશને વધુ સુરક્ષિત, આધુનિક અને સુવિધાજનક આશ્રય પ્રાપ્ત થશે. ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની નિઃસ્વાર્થ ગૌસેવા પ્રવૃત્તિને બિરદાવી હતી અને અંતમાં તમામ ગૌપ્રેમીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts