સાવરકુંડલાના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાની આગેવાનીમાં શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. ભુવા રોડ, માધવાણીની વાડી, લખુબાપુની વાડી અને શિવાજી નગર જેવા વિસ્તારોના લોકોને સીધા હાઈવે સુધીની કનેક્ટિવિટી (જોડાણ) મળી રહે અને આવા-ગમન વધુ સરળ બને તે માટે ધારાસભ્યશ્રીએ રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન તેમણે નવા રોડ-રસ્તાઓ ખુલ્લા કરવા અંગેની શક્યતાઓ ચકાસી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ નવા રસ્તાઓ બનવાથી સ્થાનિકોનો વાહન વ્યવહાર વધુ સુગમ બનશે.


















Recent Comments