અમરેલી

દામનગર માં બપોર પછી ધોધમાર વર્ષા શહેર ના હાર્દ સમો સરદાર ચોક બેટ માં ફેરવાયો ” વરસાદ પૂર્વે વર્ષો થી બંધ પડેલ જીર્ણ અવસ્થા ની જોખમી મિલકતો સામે તંત્ર એ કાર્યવાહી કરી છે ખરી ?

દામનગર શહેર માં આજે સોમવાર ના બપોર ના ૪-૦૦ શરૂ થયેલ વરસાદ સાંજ ના ૭-૦૦ સુધી અવિરત અનરાધાર વરસતા અનેક વિસ્તારો માં ભરાયા વરસાદી પાણી પાલિકા જ્યુબિલી ધર્મશાળા સામે ના રોડ ઉપર એક ફૂટ થી બે ફૂટ પાણી ભરાયા શહેર ના હાર્દ સમો સરદાર ચોક રીતસર બેટ માં ફેરવાયો હતો ત્રણ કલાક થી વધુ સમય સતત ધોધમાર વર્ષા શરૂ રહી હતી શહેર ની લુહાર શેરી અજમેરા શોપિંગ જૂની શાક માર્કેટ સહિત ના વિસ્તાર માં નહેર સમાંતર વરસાદી પાણી ચાલ્યા હતા સારા વરસાદ થી સર્વત્ર ખુશી વ્યાપી વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી શહેર માં અનેક વિસ્તારો માં જીર્ણ અવસ્થા માં કાયમી બંધ રહેતા મકાનો ની દીવાલો ઓળગી અનેક જગ્યા એ ગાબડા પડ્યા ની ફરિયાદો ઉભી થઈ છે પાલિકા તંત્ર ની પીમોન્સૂન ની કામગીરી ઉપર સવાલ ઉભો કરતા અનેક શહેરીજનો એ જણાવ્યું હતું કે વર્ષો થી બંધ પડેલ જીર્ણ અવસ્થા ના કાયમી બંધ રહેતા જોખમી મિલકત ધારકો ને વરસાદ ની સિઝન પૂર્વે નોટિસ આપી છે કે કેમ ? આવી મિલકતો થી કોઈ જાન હાનિ કે અન્ય મિલકતો ને નુકશાની સામે તંત્ર તરફ થી શુ કાર્યવાહી કરાય છે ખરી ? અનેક જગ્યા એ ભારે વરસાદી પાણી ભરતા વાહન ચાલકો રાહદારી ઓની મુશ્કેલી ઓ વધી પાણી ઓસરવા ની રાહ જોવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી

Related Posts