અમરેલી

રાજુલા બસ સ્ટેશનમાં બસમાં ચડતાં-ઉતરતા પેસેન્જરોના પર્સની ચોરી કરતાં ખિસ્સા કાતરૂને ચોરીમાં ગયેલ રોકડ રકમ સાથે ગુજરાત સરકારના’’ વિશ્વાસ પ્રોજેકટ’’ અંતર્ગત લગાવેલ સી.સી.ટી.વી કેમેરાઓ આધારે પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ.

જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત,
સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ
ડીટેક્ટ કરવાં સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય,
ગઇ તા.૦૮/૦૭/૨૦૨૬ ના રોજ આ કામના ફરીયાદી તથા સાહેદો રાજુલા બસ સ્ટેશનમાં બસની રાહે
ઉભેલ હોય અને જાફરાબાદ રૂટ વાળી બસ આવતા તેમાં ચડતા હોય તે વખતે કોઇ અજાણ્યા ચોર માણસે
ફરીયાદીના પેન્ટના જમણા ખીસ્સામાં રાખેલ પાકીટ ફરીયાદીની નજર ચુકવી જાણ બહાર કાઢી લઇ ચોરી કરી
ગુન્હો કરેલ હોય જે બાબતે ફરી.શ્રીએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે.માં ફરીયાદ આપતા રાજુલા પો.સ્ટે, ગુ.ર.નં.-
૧૧૧૯૩૦૫૦૨૬ ૦૫૨૧/૨૦૨૬ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો રજી.થયેલ હતો.
જે અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના
પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓની ખાનગી
બાતમીદારો મારફતે આરોપીઓ અંગે ચોકકસ બાતમી મેળવી, ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓને ચોરીમાં ગયેલ
મુદામાલ સાથે પકડી પાડી નાગરીકોના ચોરાયેલ મુદામાલ તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાં રાજુલા પો.સ્ટેના પોલીસ સ્ટાફ
દ્રારા બસ સ્ટેશન તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગુજરાત સરકારના ’’ વિશ્વાસ પ્રોજેકટ ’’ અંતર્ગત લગાવેલ સી.સી.ટી.વી કેમેરાઓ તથા
હ્યુમન સોર્સ આધારે ચોકકસ બાતમી આધારે પકડી પાડી, વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) યુસુફભાઇ ભીખનભાઇ પરમાર ઉ.વ.૬૦ ધંધો.મચ્છી વેચવાનો રહે.કોડીનાર મીર શેરી જી.ગીર સોમનાથ
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂપિયા ૩,૫૦૦/-
પકડાયેલ આરોપીની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી-
આ કામે આરોપી એસ.ટી બસ મારફતે રાજુલા બસ સ્ટેશનમાં પેસેન્જર તરીકે આવી, જે બસમાં વધારે ટ્રાફિક હોય તે બસમાં પેસેન્જર બની
બસમાં ચડતી વખતે ગીરદીનો લાભ લઇ ગ્રામ્ય વિસ્તારના માણસોને ટાર્ગેટ કરી, તેમની પાસે ખિસ્સામાં રાખેલ પર્સની, હાથ ચાલાકીથી
ચોરી કરી તેમાં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરવાની ટેવ ધરાવે છે.
પકડાયેલ આરોપી યુસુફભાઇ ભીખનભાઇ પરમાર રહે.કોડીનાર વાળાનો ગુન્હાહિત ઇતિહાસ-
(૧) જેતપુર સીટી પો.સ્ટે (રાજકોટ ગ્રામ્ય) ચેપ્ટર કેસ નં.૦૦૨૧/૨૦૧૪ CRPC કલમ ૧૦૯ મુજબ
(૨) ઉપલેટા પો.સ્ટે (રાજકોટ ગ્રામ્ય) ગુ.ર.નં.૦૦૫૦/૨૦૧૮ જી.પી.એકટ કલમ ૧૨૨ સી મુજબ
(૩) કોડીનાર પો.સ્ટે (ગીર સોમનાથ) ગુ.ર.નં.૦૧૯૪/૨૦૧૮ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ
(૪) કમલાબાગ પો.સ્ટે (પોરબંદર) ગુ.ર.નં.૦૩૯૧/૨૦૨૨ જી.પી.એકટ કલમ ૧૨૨ સી મુજબ
(૫) એ ડીવીઝન પો.સ્ટે (રાજકોટ શહેર) ચેપ્ટર કેસ નં.૦૦૨૮/૨૦૧૬ CRPC કલમ ૧૦૯ મુજબ

(૬) રાજુલા પો.સ્ટે (અમરેલી) ચેપ્ટર કેસ નં.૦૦૯૬/૨૦૨૧ CRPC કલમ ૧૦૯ મુજબ
(૭) સા.કુંડલા ટાઉન પો.સ્ટે (અમરેલી) ચેપ્ટર કેસ નં.૦૦૦૨/૨૦૨૪ CRPC કલમ ૧૦૯ મુજબ
(૮) મેંદરડા પો.સ્ટે (જુનાગઢ) ચેપ્ટર કેસ નં.૦૦૦૧/૨૦૨૫ BNSS કલમ ૧૨૮ મુજબ
(૯) વેરાવળ સીટી પો.સ્ટે (ગીર સોમનાથ) ચેપ્ટર કેસ નં.૦૦૦૨/૨૦૨૫ BNSS કલમ ૧૨૮ મુજબ
(૧૦) વેરાવળ સીટી પો.સ્ટે (ગીર સોમનાથ) ચેપ્ટર કેસ નં.૦૦૦૫/૨૦૨૫ BNSS કલમ ૧૨૮ મુજબ
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા
પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ
પોપટ તથા હેડ.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા ટાઉન બીટ હેઙ.કોન્સ પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા સુરજભાઇ
સોમાતભાઇ બાંભણીયા તથા સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ રવિભાઇ
બાબુભાઇ વરૂ તથા લોકરક્ષક અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્સ શંભુભાઇ લાભુભાઇ વાઘેલા દ્રારા કરવામાં આવેલ

Related Posts