ભાવનગર

વિવિધ રાજ્યોમાં અતિવૃષ્ટિને લીધે જીવ ગુમાવ્યા છે તેમને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે બહુ મોટું નુક્સાન થયું છે. પ્રાપ્ત અખબારી વિગતો અનુસાર અત્યાર સુધીમાં ૨૩ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોનાં જાનમાલની ભારે ખુવારી થઈ છે. પૂજ્ય મોરારિબાપુએ પ્રત્યેક મરુતકના પરિવારને સાંત્વના પાઠવી છે અને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે. એ ઉપરાંત આસામમાં પૂરના કારણે ૧૦ લોકોનાં જીવ ગયા છે ત્યારે તેમને પણ રુપિયા પંદર હજાર લેખે ૧,૫૦,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે. બીજી તરફ સિક્કિમમાં એક ટનલ ખોદવામાં આવી રહી હતી તે દરમિયાન જમીન ધસી પડતાં  ૨૩ લોકોનાં દુઃખદ મોત નિપજયા છે. તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ની સહાય રાશિ અર્પણ કરી છે. આ તમામ સહાયતા રાશિની વિતિય સેવા રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા જે તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડ મા જમા કરાવવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે.



Related Posts